ગઢડાના ઢસામાં સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂએ ફિનાઈલ ગટગટાવ્યું

ગઢડાના ઢસા ગામે સાસુ સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પુત્રવધૂએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…

ગઢડાના ઢસા ગામે સાસુ સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પુત્રવધૂએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગઢડાના ઢસામાં રહેતી ગીતાબેન મીલનભાઈ રાઠોડ નામની 25 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સાસુ મીનાબેન સાથે નજીવા પ્રશ્ર્ને બોલાચાલી થઈ હતી. જેથી ગીતાબેન રાઠોડને માઠુ લાગી આવતાં ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત બીજા બનાવમાં પડધરીમાં આવેલા આંબેડકરનગરમાં રહેતા વિનોદ શામજીભાઈ પરસોડા (ઉ.32) રાત્રીના પોતાના ઘર પાસે હતો ત્યારે પોલીસે દારૂ પીધાની શંકાએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવાને ફિનાઈલ ગટગટાવી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *