વોરા સોસાયટીમાં સસરાએ ચાર હજારમાં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધૂએ ફિનાઈલ પીધું

જુદા જુદા 7 સ્થળે સગીરા સહિત સાત લોકોએ જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં જામનગર રોડ પર વોરા સોસાયટીમાં રહેતી પરિણીતાને સસરાએ 4000માં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધુએ…

જુદા જુદા 7 સ્થળે સગીરા સહિત સાત લોકોએ જ્વલનશીલ પ્રવાહી પીધું

શહેરમાં જામનગર રોડ પર વોરા સોસાયટીમાં રહેતી પરિણીતાને સસરાએ 4000માં ઘર ચલાવવાનું કહેતા પુત્રવધુએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામનગર રોડ પર વોરા સોસાયટીમાં રહેતી કરિશ્માબેન તુફેલભાઈ જુણેજા નામની 28 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સસરા અબ્દુલભાઈએ 4000 હજાર રૂપિયામાં ઘર ચલાવવાનું કહેતાં કરિશ્માબેનને માઠુ લાગી આવતાં ફિનાઈલ પી લીધાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય ઘટનામાં જુદા જુદા સાત સ્થળે સગીરા સહિત 7 લોકોએ જવનશીલ પ્રવાહી પી લીધું હોવાની ઘટના સામે આવી છે. જેમાં મોચી બજારમાં રહેતી આસ્થાબેન ભરતભાઈ માંડલીયા (ઉ.15)એ બિમારીની વધુ પડતી ગોળીઓ વૈશાલીનગરના જાહીદભાઈ લતીફભાઈ (ઉ.45)એ ઝેરી દવા કુબલીયાપરાના પ્રકાશ રવિભાઈ મકવાણા (ઉ.28)એ ફિનાઈલ, નવાગામના વિપુલ રમેશભાઈ નિનામા (ઉ.21)એ ઝેરી દવા, મોટામવાના ભાવેશ કમલેશભાઈ જોષી (ઉ.વ.33)એ ફિનાઈલ, લક્ષ્મીનગરના મનુભાઈ મુળુભાઈ રાઠોડ (ઉ.83)એ ઝેરી ટીકડા અને સદર વિસ્તારમાં રહેતા ધર્મેશ કાંતિભાઈ ઘાવરી (ઉ.24)એ યાજ્ઞીક રોડ પર ઝેરી દવા પી લીધી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *