જસદણ-આટકોટ રોડની સાઈડમાં ખોદકામ કરી માટી રસ્તા પર પાથરી દેતા અકસ્માતનો ભય

જસદણ-આટકોટ ફોરલેન રોડ જે હાલમાં જ બ્યુટીફિકેશન અને નવીનીકરણ પામ્યો છે, ત્યાં કોઈ અજાણ્યા કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. રોડની સાઈડમાં કેબલ…

જસદણ-આટકોટ ફોરલેન રોડ જે હાલમાં જ બ્યુટીફિકેશન અને નવીનીકરણ પામ્યો છે, ત્યાં કોઈ અજાણ્યા કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. રોડની સાઈડમાં કેબલ નાખવાની કામગીરી દરમિયાન જે માટી કાઢવામાં આવી છે, તેને વ્યવસ્થિત કરવાને બદલે મુખ્ય ડામર રોડ પર જ પાથરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે ડામર રોડ પર પથરાયેલી માટી અને કાંકરાના કારણે ટુ-વ્હીલર ચાલકોના વાહન સ્લિપ થવાની ઘટનાઓ વધી શકે છે. રોડ પર માટી હોવાથી પસાર થતા વાહનોને કારણે ધૂળ ઉડે છે, જેનાથી વિઝિબિલિટી ઘટે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

કરોડોના ખર્ચે તૈયાર થયેલા જસદણ-આટકોટ ફોરલેન રોડના બ્યુટીફિકેશનને આડેધડ ખોદકામ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે સંબંધિત વિભાગ તત્કાલ આ મામલે તપાસ કરે અને જવાબદાર કોન્ટ્રાક્ટર પાસે રોડની સફાઈ કરાવી તેની સામે કડક કાર્યવાહી કરે. જો સમયસર આ માટી હટાવવામાં નહીં આવે, તો કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *