ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સામે દલિત સમાજના ધરણાં, રાષ્ટ્રપતિને આવેદન

બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવા બદલ અમિત શાહને હટાવવાની માગણી જામનગરના દલિત સમાજે ગૃહમંત્રી અમિત શાહના વિવાદિત નિવેદન સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. દલિત સમાજના…

બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવા બદલ અમિત શાહને હટાવવાની માગણી

જામનગરના દલિત સમાજે ગૃહમંત્રી અમિત શાહના વિવાદિત નિવેદન સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. દલિત સમાજના આગેવાનોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આવેદન આપીને અમિત શાહને તેમના પદ પરથી હટાવવાની માગણી સાથે ગઈકાલે ધરણા યોજ્યા હતા.
આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમિત શાહે સંસદમાં બાબાસાહેબ આંબેડકરનું નામ લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, નસ્ત્રમાન્યવર અભી એક ફેશન હો ગઈએ આંબેડકર…. આંબેડકર…. આંબેડકર….સ્ત્રસ્ત્ર આ નિવેદનથી દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

દલિત સમાજના આગેવાનોનું કહેવું છે કે, અમિત શાહે બાબાસાહેબ આંબેડકરની ગરીમાને ઠેસ પહોંચાડી છે અને તેમના નિવેદનથી દેશના સંવિધાનનું અપમાન થયું છે.
આવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, બાબાસાહેબ આંબેદકર ભારતના સંવિધાનના શિલ્પકાર હતા અને તેમણે દલિતો, શોષિતો અને પીડિતોના હિત માટે આખું જીવન સમર્પિત કર્યું હતું.

અમિત શાહના નિવેદનથી બાબાસાહેબ આંબેડકરની ગરીમાને ઠેસ પહોંચાડી છે અને દલિત સમાજની ભાવનાઓને દુભાવી છે.
દલિત સમાજના આગેવાનોએ રાષ્ટ્રપતિને આવેદન આપીને માગણી કરી છે કે, અમિત શાહને તેમના પદ પરથી હટાવવામાં આવે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, જો સરકાર આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરે તો તેઓ આંદોલન કરવા માટે મજબૂર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *