વેલેન્ટાઈન ઉજવતા યુવા હૈયા ઉપર દળ-વિ.હી.પ.નું ત્રાટક

રાજકોટમાં આજે વેલેન્ટાઇન ડે ના દિવસે જ સવારમાં રેશકોર્સ સહિતના બગીચાઓમાં ગુટરગુ કરતા પ્રેમી પંખીડાઓ ઉપર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોના…

રાજકોટમાં આજે વેલેન્ટાઇન ડે ના દિવસે જ સવારમાં રેશકોર્સ સહિતના બગીચાઓમાં ગુટરગુ કરતા પ્રેમી પંખીડાઓ ઉપર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોના કાર્યકરો ત્રાટક્યા હતા અને ઉજવણી ના રંગમાં ભંગ પાડ્યો હતો આજે વેલેન્ટાઈન ડે હોવાથી સવારથી જ લાલ ચટાકેદાર કપડામાં સજવા હૈયાઓ રેસકોર્ષ લવ ગાર્ડનમાં ગોઠવાઈ ગયા હતા.

પરંતુ અચાનક જ શરમ કરો શરમ કરો ના હાકલા પડકારા કરતા બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ત્રાટકતા યુવા હૈયાઓમાં વેલેન્ટાઈન રંગ વિખરાઇ ગયો હતો અને બગીચામાં નાશ ભાગ કરી મૂકી હતી પરિણામે સવારે ગાર્ડનમાં નિયમિત એક્સરસાઇઝ કરતા આવતા લોકો મફતમાં જોણું થયું હતું જોકે આ બઘડાટીમાં સવારે બગીચામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને વિના કારણે હેરાના થવું પડ્યું હતું. નાશ ભાગ બાદ ગણતરીની મિનિટોમાં રેસકોર્સ સંકુલ ખાલી થઈ ગયું હતું અને ત્યારબાદ હિન્દુ સંગઠનોના કાર્યકરોએ બહુમાળી ચોકમાં પહોંચી સૂત્રોચાર કર્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *