દૈદીપ્યમાન સોમનાથ: પ્રવેશ દ્વારથી માંડી શેરીઓ-ગલીઓમાં ભક્તિનો રંગ

  સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના પગલે મહાદેવની નગરી પ્રભાસપાટણમાં દૈદીપ્યમાન સુશોભનો કરવામાં આવ્યા છે. શહેરનાં મુખ્ય પ્રવેશદ્વારથી માંડી મુખ્ય રસ્તાઓ, મંદિરો, ચોક સહિતનાં મહત્વના સ્થળો…

 

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના પગલે મહાદેવની નગરી પ્રભાસપાટણમાં દૈદીપ્યમાન સુશોભનો કરવામાં આવ્યા છે. શહેરનાં મુખ્ય પ્રવેશદ્વારથી માંડી મુખ્ય રસ્તાઓ, મંદિરો, ચોક સહિતનાં મહત્વના સ્થળો આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. આ સાથે શિવ આરાધનાના ગીતો તેમજ અખંડ ઓમકારના મંત્રોચ્ચારથી વાતાવરણ પવિત્ર બની ગયું છે. આવતીકાલ તા.10નાં રોજ સાંજે વડાપ્રધાનનું આગમન થનાર છે. તેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *