મોટીપાનેલીમાં સ્માર્ટ મીટર લગાવવા અંગે વેપારીઓ સાથે ડે.એન્જિનિયરની બેઠક

ફેલાયેલી ગેરસમજને દૂર કરી સ્માર્ટ મીટરના ફાયદા વિશે માહિતી આપી ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ ભાયાવદર પીજીવીસીએલ દ્વારા એક અગત્યની બેઠક બોલાવવામાં આવેલ. હાલ પીજીવીસીએલ…

ફેલાયેલી ગેરસમજને દૂર કરી સ્માર્ટ મીટરના ફાયદા વિશે માહિતી આપી

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ ભાયાવદર પીજીવીસીએલ દ્વારા એક અગત્યની બેઠક બોલાવવામાં આવેલ. હાલ પીજીવીસીએલ દ્વારા રાજ્ય માં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલુ છે જેને લઈને ભાયાવદર વિસ્તરમાં પણ સ્માર્ટ મિત્ર લગાવવામાં આવી રહ્યા છે પ્રથમ તબક્કામાં કોમર્ષીયલ મીટર બદલાઈ રહ્યા છે જે માટે કંપની દ્વારા દુકાને દુકાને મીટર બદલવાની કામગીરી કરી રહી છે તંત્રના કહેવા પ્રમાણે ભાયાવદર પ્રોપરમાં અંદાજે સાતસો જેટલાં સ્માર્ટ મીટર દુકાનોમાં બદલાઈ ગયા છે અને હજુ કામગીરી ચાલુ છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ કામગીરી ઝડપી પ્રક્રિયાથી ચાલી રહી છે આ માટે પાનેલીમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કંપનીના માણસો મીટર બદલાવી રહ્યા છે.

ઘણા ખરા વેપારીઓ એ મીટર બદલી પણ નાખ્યા છે પરંતુ મોટાભાગના વેપારીઓમાં સ્માર્ટ મીટર બાબતે ગેરસમજણની લઈને મીટર બદલવા અંગે અસમંજસ હોય મીટર બદલવાનીના પાડી રહ્યા હોય માટે આ અસમંજસને દૂર કરવા અને સ્માર્ટ મીટરના ફાયદાની સમજણ સારુ મોટીપાનેલી વેપારી સમુદાયની બેઠક બોલાવેલ જેમાં ભાયાવદરના ડે. એન્જીનીર જોશી અને ભટ્ટી ઉપસ્થિત રહી વેપારી એશોષિશન પ્રમુખ નિલેશભાઈ માખેચા મંત્રી હરેશભાઇ તન્ના સાથે પરામર્સ કરી હતી અને સ્માર્ટ મીટર અંગે લોકોને જાગૃત કરી મીટરના ફાયદા અંગે સાચી હકીકત લોકો સુધી પહોંચે તેવું જણાવેલ આ અંગે ગામ આગેવાનો અશોકભાઈ પચાણી જતીનભાઈ પ્રવીણભાઈ દ્વારા લોકોના મનમાં રહેલ મીટર ઝડપી ફરતું હોવાની શંકા દૂર કરવા રજૂઆત કરવામાં આવેલ જે અંગે જોશી જણાવેલ કે જે કોઈને આવું લાગશે તેમને એક મહિના માટે બન્ને મીટર સાથે લગાવશું જેથી કરી એમની શંકા દૂર થઇ જાય બાદમાં નિલેશભાઈ દ્વારા જણાવેલ કે હાલ જે મીટર લાગેલા છે તેમના એક મહિનાના બિલિંગ બની જાય અને એ ગ્રાહકોમાં કોઈ પ્રતિક્રિયાના આવે તો આપણે બાકી અન્ય ગ્રાહકોને આ અંગે જાણ કરી જાગૃતતા લાવવાના પૂરતા પ્રયત્નો કરશું. હાલ પાનેલીમાં સોસીયલ મીડિયા દ્વારા સ્માર્ટ મીટર અંગે ફેલાયેલી અસમંજસને દૂર કરવા ભાયાવદર ડે.એન્જીનીયર દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસ સરહાનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *