અર્નબ વાવાઝોડુ નડશે, મંગળવાર સુધી સૌરાષ્ટ્ર દ.ગુજરાતમાં હળવો વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં આગાહી કરવામાં આવી છે. આગામી 3 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી…

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં આગાહી કરવામાં આવી છે. આગામી 3 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 29 અને 30 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
તાપમાનની વાત કરીએ તો, આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જ્યારે આગામી સાત દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસે જણાવ્યું કે, પવન ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશામાં ફૂંકાશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવન ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાં 15થી 20 નોટની ઝડપે ગતિ કરશે. આ ઉપરાંત, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં એક સાઇક્લોનિક સ્ટોર્મ સક્રિય છે, જે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને ભેજવાળા પવનોના કારણે દક્ષિણ ગુજરાત તરફ ક્ધવર્જન્સ સર્જાતા આ હળવા વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે.

29 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નાગર હવેલીના અલગ-અલગ વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા છે. બાકીના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. 30 ઓક્ટોબર: દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નાગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ/ગાજવીજની શક્યતા. 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર: તમામ જિલ્લાઓમાં હવામાન ફરી સૂકું થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *