મોરબી પંથકમાં સાયબર ગઠિયા બેફામ: ત્રણ લોકો સાથે ફ્રોડ

મોરબી પંથકમાં સાયબર ગઠીયા બેફામ બન્યા હોય તેમ અનેક લોકો ભોગ બનતા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ ત્રણ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાતા…

મોરબી પંથકમાં સાયબર ગઠીયા બેફામ બન્યા હોય તેમ અનેક લોકો ભોગ બનતા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ ત્રણ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં હેર સ્લૂનના ધંધાર્થીનો ફોન હેક કરી, કારખાનેદારની પત્ની સાથે ઓનલાઇન ખરીદીમાં અને વકિલના ખાતામાંથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન મારફત નાણા ઉપાડી છેતરપિંડી આચરનાર ગઠીયાઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના સરવડ ગામે રહેતા અને પીપળીયા ચાર રસ્તા પાસે ‘સાંઈ હેર કેર’ નામની હેરકટિંગની દુકાન ચલાવતા 34 વર્ષીય ચિરાગભાઈ અશોકભાઈ અઘારા સાથે સાયબર છેતરપિંડીની ઘટના બની છે. ફરિયાદ મુજબ સાંજે પરિવાર સાથે સોનગઢ પાસે મુરલીધર હોટલ ખાતે જમવા ગયા હતા, ત્યારે મોબાઈલમાં સોફ્ટવેર અપડેટ થતું હોવા છતાં ધ્યાન આપ્યા વિના ફોન બંધ કરી ખિસ્સામાં મૂકી દીધો હતો.

ત્યારબાદ દુકાનનું લાઈટબિલ ભરવા ગૂગલ પેનો ઉપયોગ કરતા ઈનસફિશિયન્ટ બેલેન્સ બતાવ્યું હતું અને ખાતામાં માત્ર રૂૂ. 3,410/- જ બચ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. બેંક ઓફ બરોડાના ખાતા નંબર નું સ્ટેટમેન્ટ તપાસતા 22/08/2026 ના રોજ રાત્રે 08:08 વાગ્યે રૂૂ. 96,000/- (fino.925 6444 764 fino bank યુપીઆઈ આઈડી પર) અને 23/08/2026 ના રોજ રાત્રે 08:36 વાગ્યે રૂૂ. 80,000/- (bajran gee01 ptyes યુપીઆઈ આઈડી પર) એમ બે ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂૂ. 1,76,000/- ઉપડી ગયા હોવાનું સામે આવ્યું હતું.
ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ બંને ટ્રાન્ઝેક્શન અંગે તેમને કોઈ ઓટીપી મેસેજ કે વેરિફિકેશન કોલ મળ્યો ન હતો. તેમણે અગાઉ 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ઓનલાઈન અરજી હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને હવે મોબાઈલ હેક કરી રૂૂ. 1,76,000/- ની ઠગાઈ કરનાર સંબંધિત યુપીઆઈ આઈડી ધારકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબીના હરિગુણ રેસીડેન્સી ખાતે રહેતા અને સિરામિક ટાઈલ્સ ટ્રેડિંગનો વેપાર કરતા 30 વર્ષીય પાર્થભાઈ નરોતમભાઈ જાકાસણીયાએ સગુન ફેશન સુરતના મોબાઈલ નંબર ધારકો તથા સંબંધિત બેંક ખાતાધારકો વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિએ પોતાની પત્નીના જલ્પાબેનના ફોનમાં તેના ફેસબુક આઇડી DALSANIYA JALPA ઑનલાઇન પ્લેટફોર્મમાંથી રીલ જોઇ સગુન ફેસન સુરત ડ્રેસ તથા સાડીઓ સસ્તા ભાવે મળશે અને ઓડરનાવ ઉપર કીલીક કરો તેમ લખેલ હોય જેમાં ફરીયાદિએ કલીક કરતા ફરીયાદિના પત્નીના ફોનમાં વોસ્ટએપમાં એક મોબાઈલ નંબર પર ડ્રેસ તથા સાડીના ફોટા મોકલી આરોપીએ વોટસઅપ મેસેજ કરી સગુન ફેસન સુરતના નામે ફરીયાદી સાથે ડ્રેસ ખરીદી બાબતે વાતચીત કરી ત્રણ ડ્રેસના ઓડર બુક કરી ડ્રેસની ડીલવરી નહી આપી ખોટું બોલી ફરીયાદી તથા સાથીના ખાતામાંથી અલગ અલગ બહાના આપી યુ.પી.આઈ તેમજ ગુગલ પે એપમાંથી તેમજ નેટ બેન્કીંગમાંથી આઈ.એમ.પી.એસ મારફતે કુલ રૂૂપીયા.4,00, 543/- છેતરપીંડીથી ઓનલાઈન પેમેન્ટ મેળવી મંગાવેલ ડ્રેસની ડીલવરી નહી આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત ત્રીજા બનાવમાં મોરબીના વેજીટેબલ રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા 39 વર્ષીય હિરેનગીરી દિલીપગીરી ગોસ્વામી સાથે સાયબર ફ્રોડની ઘટના બની છે. ફરિયાદ મુજબ તેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ગ્રીનચોક બ્રાન્ચ ખાતે રૂૂ.49,000/- જમા કરાવવા ગયા હતા, ત્યારે તેમના ખાતામાં રૂૂ. 2,88,365.41 હોવા છતાં રૂ. 98,000/- ઓછા હોવાનું માલૂમ પડ્યું હતું.

ઘરે આવીને તેમણે મોબાઈલમાં એસબીઆઈ યોનો એપ મારફતે બેંક સ્ટેટમેન્ટ તપાસતા જાણવા મળ્યું કે તેમના એસબીઆઈ ખાતામાંથી યુપીઆઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂૂ. 98,000/- ઉપડી ગયા છે. આ રકમ ફોન પે આઈડી ક્ષફલજ્ઞતફુ312જ્ઞસતબશ મારફતે બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ ટ્રાન્ઝેક્શન અંગે તેમને બેંક તરફથી કોઈ મેસેજ કે કોલ મળ્યો ન હતો. તેમણે તારીખ 20/11/2026 ના રોજ 1930 સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી અને રકમ પરત ન મળતા હવે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંબંધિત આઈડી તથા યુપીઆઈ આઈડી ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *