ખંભાળિયા વિસ્તારમાં રાત્રે ચમકતી વસ્તુ દેખાતા કુતૂહલ સર્જાયું

પોલીસને જાણ કરાતા દોડધામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ઓખા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કોઈ ચમકતી વસ્તુ જોવા મળતા ગ્રામજનોમાં ભારે ચર્ચા સાથે કુતૂહલ લાગણી હતી. આ…

પોલીસને જાણ કરાતા દોડધામ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ઓખા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કોઈ ચમકતી વસ્તુ જોવા મળતા ગ્રામજનોમાં ભારે ચર્ચા સાથે કુતૂહલ લાગણી હતી.

આ અંગે જિલ્લાના લોકોમાં ચર્ચાથી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વાડીનાર, બેહ સહિતના દરિયાઈ પટ્ટીના ગામમાં તેમજ ઓખા વિસ્તારમાં પણ ગઈકાલે રાત્રે આકાશમાં ચમકતી વસ્તુ ગ્રામજનોને દેખાઈ હતી. આથી આ ગંભીર બાબતે સ્થાનિક લોકોએ પોલીસ તંત્રને જાણ કરતા પોલીસ અધિકારીઓની ટીમ આ સ્થળે દોડી ગઈ હતી અને જરૂૂરી પૂછપરછ તેમજ આગળની કાર્યવાહી કરી હતી. આ વચ્ચે જિલ્લામાં ગતરાત્રે બ્લેક આઉટ થયાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *