મહુવાના દરિયાકાંઠે બિનવારસી બાર્જ તણાઇ આવતા કુતૂહલ

ભાવનગર જિલ્લાનાં મહુવાનાં દરિયા કિનારે બાર્જ (નૌકા) મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. બાર્જનો આકાર બોટ જેવો છે. લાઈટ હાઉસ નજીકથી દરિયામાં બાર્જ (ઇફલિય) પસાર થયું…

ભાવનગર જિલ્લાનાં મહુવાનાં દરિયા કિનારે બાર્જ (નૌકા) મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. બાર્જનો આકાર બોટ જેવો છે. લાઈટ હાઉસ નજીકથી દરિયામાં બાર્જ (ઇફલિય) પસાર થયું હતું. માલવાહક બાર્જ હોવાનું માછીમારો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગે જાણ થતાં કોસ્ટગાર્ડ તેમ જ પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરી છે. જો કે, યુદ્ધની સ્થિતીમાં આટલુ વિશાળ બાર્જ મહુવાના કાંઠે પહોંચી જતા સુરક્ષા એજન્સીઓ સામે સવાલો ઉઠયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાનાં મહુવાનાં દરિયા કિનારે બાર્જ મળી આવ્યું હતું, જેનો આકાર બોટ જેવો છે. બોટ જેવા આકારનું બાર્જ મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. માછીમારોનાં જણાવ્યા અનુસાર, લાઈટ હાઉસ નજીકથી દરિયામાં પસાર થયું અને નિકોલનાં દરિયા કિનારે આવી પહોંચ્યું હતું. માછીમારોએ વધુમાં જણાવ્યું કે, માલવાહક બાર્જ છે જેનો ઉપયોગ માલવાહનમાં થાય છે.

બાર્જ પર ઈંગ્લીશમાં રૂૂદ્ર એક નંબર અને મુંબઈ લખાયેલું છે. આ અંગે જાણ થતાં કોસ્ટગાર્ડ તેમ જ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. જો કે, અત્યાર સુધી થાપડામાં શંકાસ્પદ કોઇ વસ્તું મળી આવી નથી. દરિયાનાં મોજામાં તણાઈને આવેલ બિનવારસી બાર્જ નિકોલનાં દરિયા કિનારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *