ક્રૂડના ભાવમાં ભડકો, ડોલર પણ 95ની નજીક પણ શેરબજારમાં 950 પોઇન્ટની તેજી

સોનામાં 500 અને ચાંદીમા 1200 રૂપિયાનો વધારો ભારતીય વિનિમય બજારમાં આજે રૂૂપિયો વધુ નબળો પડ્યો છે અને ડોલર ફરી એક વખત 95 રૂૂપિયાની ઐતિહાસિક સપાટી…

સોનામાં 500 અને ચાંદીમા 1200 રૂપિયાનો વધારો

ભારતીય વિનિમય બજારમાં આજે રૂૂપિયો વધુ નબળો પડ્યો છે અને ડોલર ફરી એક વખત 95 રૂૂપિયાની ઐતિહાસિક સપાટી તરફ જઈ રહ્યો છે. ક્રૂડના ભાવ પણ વધીને 111 ડોલર ઉપર પહોંચ્યા છે પણ આ બધાની વચ્ચે આજે શેરબજારમાં સેન્સેક્સમાં 950 પોઇન્ટ ની તેજી જોવા મળી છે.

આજે સતત આઠમા દિવસે બ્રાન્ચ ક્રોધના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે હજુ 15 દિવસ પહેલા બ્રેન્ડકૃત નો ભાવ ચોરાણું ડોલર સુધી પહોંચ્યો હતો પરંતુ આજે તે વધીને 111.09 ડોલર સુધી પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં યુએઈ દ્વારા અપેક્ષ સભ્ય પદ છોડી દેવાતા પરિસ્થિતિ વધુ નબળી પડે તેવી સંભાવના ની વચ્ચે બ્રેન્ટ ક્રૂડભાવ માં વધારો નોંધાયો છે. બીજી બાજુ ડોલર સામે રૂૂપિયો વધુ નબળો પડીને 94.77 પર પહોંચ્યો છે જૂન મહિનાનો વાયદો 95 ડોલરનો જોવા મળી રહ્યો છે.

આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાંથી 19 અબજ ડોલર થી વધુ રકમ પાછી ખેંચી લીધી છે જેને લઈને રૂૂપિયા ઉપર દબાણ વધ્યું છે. જોકે આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી.સેન્સેક્સમાં 900 પોઇન્ટ અને નિફ્ટીમાં 270 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો. હાલ સેન્સેક્સ 77780 અને નિફ્ટી 24280 પર જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 530 અને મીડ કેપ નિફ્ટી 510 પોઇન્ટ વધ્યા છે. બીજી બાજુ સોનામાં રૂા.500 અને ચાંદીમાં રૂા.1200નો વધારો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *