ગુજરાત સહીત 12 રાજ્યોના 200 ટોલનાકા પર કરોડોની ટેકસચોરી

ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. STFની ટીમે બુધવારે સવારે 3.50 વાગ્યે મિર્ઝાપુરના અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડો પાડીને 3 લોકોની ધરપકડ…

ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. STFની ટીમે બુધવારે સવારે 3.50 વાગ્યે મિર્ઝાપુરના અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડો પાડીને 3 લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓએ ટોલ પ્લાઝા પર સ્થાપિત NHAIકોમ્પ્યુટરમાં તેમનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું. તેના દ્વારા ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોને ફ્રી બતાવીને તેમની પાસેથી વસૂલવામાં આવતા પૈસા અંગત ખાતામાં લેવામાં આવી રહ્યા હતા.

આ કૌભાંડ ગુજરાત સહિત 12 રાજ્યોના 200 ટોલનાકા પર ચાલતું હતું.એકલા અતરૈલા ટોલ પ્લાઝા પર 2 વર્ષથી દરરોજ લગભગ 45 હજાર રૂૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું હતું. બે વર્ષમાં 3 કરોડ 28 લાખની છેતરપિંડી થઈ છે. STFએ આરોપીઓ પાસેથી 2 લેપટોપ, 1 પ્રિન્ટર, 5 મોબાઈલ, 1 કાર અને 19,000 રિકવર કર્યા છે.

12 રાજ્યોમાં NHAIકમ્પ્યુટર્સમાં પોતાનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું STFએ જૌનપુરના આલોકકુમાર સિંહ, પ્રયાગરાજના રાજીવકુમાર મિશ્રા અને મધ્યપ્રદેશના મઝૌલીના મનીષ મિશ્રાની ધરપકડ કરી છે. આલોક અત્યારે વારાણસીમાં રહેતો હતો. આરોપીઓએ જણાવ્યું કે અત્યાર સુધી તેઓએ દેશના 12 રાજ્યોના 42 ટોલ પ્લાઝામાં NHAIના કોમ્પ્યુટરમાં તેમના દ્વારા બનાવેલ સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યું છે. આ રાજ્યો ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ છે.

છેતરપિંડીની ફરિયાદો સતત મળી રહી હતી STF ઇન્સ્પેક્ટર દીપકસિંહે કહ્યું- NHAIના વિવિધ ટોલ પ્લાઝા પર અનિયમિતતાની ફરિયાદો મળી રહી છે. વારાણસી એસટીએફના એએસપી વિનોદસિંહ અને લખનઉના એએસપી વિમલ સિંહની ટીમ આ કેસ પર સતત નજર રાખી રહી હતી. દરમિયાન, STFને માહિતી મળી કે NHAIના સોફ્ટવેરમાં અલગથી સોફ્ટવેર બનાવનાર અને ઇન્સ્ટોલ કરનાર વ્યક્તિ આલોકસિંહ વારાણસીમાં છે. STFની ટીમે આલોક સિંહને બાબતપુર એરપોર્ટ નજીકથી પકડી લીધો હતો.

આરોપી ટોલ પ્લાઝા પર કામ કરતો હતો એસટીએફની પૂછપરછ દરમિયાન આલોકે જણાવ્યું કે તે એમસીએ પાસ છે અને અગાઉ ટોલ પ્લાઝા પર કામ કરતો હતો. ત્યાંથી તે ટોલ પ્લાઝા માટે કોન્ટ્રાક્ટ લેતી કંપનીઓના સંપર્કમાં આવ્યો હતો. આ પછી ટોલ પ્લાઝા માલિકોની મિલીભગતથી એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું હતું.

ટોલ પ્લાઝા પર સ્થાપિત NHAIકોમ્પ્યુટરમાં પોતાનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું, જે મેં મારા લેપટોપથી એક્સેસ કર્યું. ટોલ પ્લાઝાના આઈટી કર્મચારીઓએ પણ આમાં સાથ આપ્યો હતો.તે પોતે યુપીના આઝમગઢ, પ્રયાગરાજ, બાગપત, બરેલી, શામલી, મિર્ઝાપુર અને ગોરખપુરમાં છેલ્લા બે વર્ષથી આ હેરાફેરીમાં સામેલ છે.

આ રીતે હેરાફેરી કરતા હતા આરોપીઓ કેશ કાઉન્ટરમાંથી જ રિકવરીની હેરાફેરી કરતા હતા. આરોપીઓએ બનાવેલા સોફ્ટવેરનો ઉપયોગ કરીને ટોલ પ્લાઝા પરથી ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. તેની પ્રિન્ટેડ સ્લિપ NHAIસોફ્ટવેરમાંથી મેળવેલ સ્લિપ જેવી જ હતી. આ રીતે ગેરકાયદેસર રીતે વસૂલ કરાયેલ વાહનને ટેક્સમાં મુક્તિ આપવામાં આવી હતી અને તેને પસાર થવા દેવામાં આવતું હતું .

ફાસ્ટેગ વગરના વાહનોમાંથી સરેરાશ 5% ટોલ ટેક્સ NHAIના અસલી સોફ્ટવેરમાંથી વસૂલવામાં આવે છે, જેથી કોઈને કોઈ શંકા ન રહે.એટલે કે ફાસ્ટેગ વગરના વાહનોમાંથી જે ટેક્સ વસૂલવામાં આવે છે તે સરકારી ખાતામાં જતો નથી. જ્યારે નિયમો મુજબ, ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી વસૂલવામાં આવતા ટોલ ટેક્સના 50% NHAIના ખાતામાં જમા કરાવવાના હોય છે.

પૈસા વહેંચી લેતા આલોક સિંહે કહ્યું કે કૌભાંડના પૈસા ટોલ પ્લાઝા માલિકો, આઈટી કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓમાં વહેંચવામાં આવ્યા હતા. અન્ય બે આરોપી સાવંત અને સુખંતુની દેખરેખ હેઠળ દેશના 200થી વધુ ટોલ પ્લાઝા પર આવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી દરરોજ કરોડો રૂૂપિયાની ઉચાપત કરવામાં આવી રહી છે.

કઇ રીતે ટેક્સ વસૂલાય છે
સમગ્ર દેશમાં NHAIટોલ પ્લાઝા પર બે રીતે ટેક્સ વસૂલવામાં આવે છે. ફાસ્ટેગથી: ફાસ્ટેગ લગાવેલા વાહનોને ટોલ પર સ્થાપિત સેન્સર કેચ કરી લે છે અને ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે. કેશ કાઉન્ટર: ટોલ પ્લાઝા પર એવા વાહનો માટે એક અલગ કાઉન્ટર છે કે જેમાં ફાસ્ટેગ નથી અથવા જેને અમુક પ્રકારની છૂટ મળે છે. ત્યાં ટેક્સના પૈસા રોકડમાં લેવામાં આવે છે. આ માટે એક સ્લિપ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *