રાજકોટમાં આવતીકાલે રાજ્યના ઇન્ચાર્જ પોલીસવડા ડો.કે.એલ.એન.રાવની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં રાજકોટ સહિત ત્રણ રેન્જના આઈજી તેમજ ત્રણ રેન્જના અલગ-અલગ જિલ્લાના પોલીસવડાઓ ખાસ ઉપસ્થિતિ રહેશે. આ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્રમાં દરિયાઈ સુરક્ષા તેમજ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી તેમજ વધી રહેલા સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા અટકાવવા સહિતના મુદ્દે ચર્ચા કરી જરૂૂરી સૂચનાઓ કરવમાં આવશે. તેમજ સૌરાષ્ટ્રમાં નોંધાયેલી ગુનાખોરી ઉપર પણ ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બન્યા બાદ ડો.કે.એન.એલ. રાવ પહેલીવાર સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સમાં રાજકોટ આવી રહ્યા હોય જેથી તૈયારીઓનો ધમધમાટ આદર્યો છે. સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સમાં રેન્જ અને જીલ્લાના અધિકારીઓ સાથે રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તેમજ ડીસીપી ઝોન-1 હેતલ પટેલ,ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતના શહેરના પોલીસ અધિકારીઓ પણ હાજર રહેશે.
આ ઉપરાંત રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા ઉપરાંત રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, જામનગર જિલ્લા પોલીસવડા ડો.રવિમોહન સૈની, ગીર-સોમનાથ જીલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, મોરબી જીલ્લા પોલીસ વડા મુકેશ પટેલ, જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરા, દેવભૂમિ દ્વારકામાં જયવીરસિંહ વાળા, ભાવનગર એસપી નિતેશ પાંડે, બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્મા, અમરેલી એસપી સંજય ખરાત સહિતના જિલ્લા પોલીસવડાઓ ઉપરાંત હથિયારી એકમના વડા પી.કે. રોશન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આજે સાંજે પોલીસવડા ડો.કે.એલ.એન.રાવ રાજકોટ આવી જશે અને સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણ રાજકોટમાં કરશે.
