ખ્યાતિકાંડમાં ફરાર આરોપી ડો.સંજય પટોળિયાની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ

ગઇકાલે આગોતરા જામીન નામંજૂર થયા બાદ અમદાવાદ ખાતે ધરપકડ કરી અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. સમગ્ર કાંડની તપાસ કરી રહેલી અમદાવાદ…

ગઇકાલે આગોતરા જામીન નામંજૂર થયા બાદ અમદાવાદ ખાતે ધરપકડ કરી


અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. સમગ્ર કાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સંજય પટોળીયાને ઝડપી પાડ્યો છે. સંજય પટોળીયાની ગઈકાલે આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. હજુ કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી પોલીસ પકડથી દુર છે.


અત્યારસુધી ખ્યાતિકાંડના ઝડપાયેલા આરોપીઓમાં (1) ચિરાગ સ/ઓ હીરાસિહ બગીસિંહ રાજપૂત, (2) મિલિન્દ સ/ઓ કનુભાઈ અમરતલાલ પટેલ, (3) રાહુલ સ/ઓ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન, (4) પ્રતીક સ/ઓ યોગેશભાઇ હીરલાલ ભટ્ટ, (5) પંકિલ સ/ઓ હસમુખભાઈ મોહનભાઈ પટેલ, (6) ડો. સંજય પટોળિયાનો સમાવેશ થાય છે. હજી ફરાર આરોપીઓ (1) કાર્તિક પટેલ, (2) રાજશ્રી કોઠારી.


આ અગાઉ ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ડો. પ્રશાંત વઝીરાણી, ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલ, પ્રતીક અને પંકિલની ધરપકડ કરી હતી. રાહુલ જૈનની ઉદયપુરથી, જ્યારે અન્ય ચાર આરોપીને ખેડાના કપડવંજ પાસેના એક ફાર્મમાંથી ઝડપી પાડ્યા હતી. પોલીસ તેના સુધી પહોંચી ન શકે એ માટે રશિયન અને ચાઈનીઝ એપની મદદથી વાતચીત કરતા હોવાનું સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *