આતંકવાદીઓની કાયર હરકત સામે ક્રિકેટરો પણ કાળઝાળ

મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરતા દિગ્ગજ ખેલાડીઓ ગૌતમ ગંભીર, શુભમન ગીલ, સેહવાગ, યુવરાજસિંહ, પાર્થિવ પટેલ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. દરેક વ્યક્તિ…

મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરતા દિગ્ગજ ખેલાડીઓ ગૌતમ ગંભીર, શુભમન ગીલ, સેહવાગ, યુવરાજસિંહ, પાર્થિવ પટેલ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. દરેક વ્યક્તિ આતંકવાદીઓ સામે કડક અભિયાન ચલાવવાની માંગ કરી રહી છે. એવામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપ નેતા ગૌતમ ગંભીરે પણ આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત હુમલો કરશે અને આતંકવાદીઓના આ કાયર કૃત્યનો જવાબ આપશે. ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું કે હું મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યો છું. જે લોકો આ માટે સંપૂર્ણપણે જવાબદાર છે તેમણે તેની કિંમત ચૂકવવી પડશે .

શુભમન ગિલે પણ આ ઘટના અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ગિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, પહેલગામમાં થયેલા હુમલા વિશે સાંભળીને ખૂબ દુ:ખ થયું. મારી પ્રાર્થનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આપણા દેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી.

ભારતના ભૂતપૂર્વ બેટર વિરેન્દ્ર સેહવાગે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લખ્યુ પહેલ ગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિંદનીય આતંકવાદી હુમલા વિશે સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. મારી સંવેદનાઓ તે લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઘાયલો માટે પ્રાર્થના.

ભારતના દિગ્ગજ બેટર યુવરાજ સિંહે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. યુવીએ લખ્યું, પપહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાથી ખૂબ દુ:ખ થયું. ભગવાન પીડિતો અને તેમના પરિવારોને શક્તિ આપે તેવી પ્રાર્થના. આપણે આશા અને માનવતા સાથે એકબીજા માટે ઉભા રહીએ.
પાર્થિવ પટેલે પણ પહેલગામમાં થયેલા હુમલાની નિંદા કરી છે. પાર્થિવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યુ કાશ્મીરમાં જે બન્યું તે સાંભળીને મને આઘાત અને ગુસ્સો આવ્યો. જોકે મને ખાતરી છે કે જવાબદારોને સજા થશે, પરંતુ હાલમાં આ ભયાનક કૃત્ય અને તે જે રીતે બન્યું તેના પર અવિશ્વાસની સ્થિતિ છે. પહેલગામમાં જીવ ગુમાવનારાઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના.

ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે; એક મિનિટનું મૌન પાળશે
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 28 લોકો માર્યા ગયા હતા. આ આંતકવાદી હુમલાથી સમગ્ર દેશમાં રોષનો માહોલ છે. ત્યારે આજે આઈપીએલ 2025ની મેચમાં તમામ ખેલાડીઓ અને અમ્પાયરો કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે.

આજે આઈપીએલ 2025ની 40મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાવાની છે. ત્યારે આ મેચમાં તમામ ખેલાડીઓ અને અમ્પાયરો કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે. આ સાથે જ મેચ શરૂૂ થાય તે પહેલાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે. આજની મેચમાં આતશબાજી પણ રદ કરવામાં આવી. આ સાથે જ આજની મેચમાં ચીયરલીડર્સ પરફોર્મ કરશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *