તમામ વિસ્તારોનો વિકાસ થાય એવું બજેટ બનાવો: સાગઠિયા

મનપાના બજેટ પહેલાં વિપક્ષી નેતાએ બજેટમાં સમાવેશ થાય તેવા 19 મુદ્દાઓ રજૂ કર્યા મહાનગરપાલિકાના બજેટ પૂર્વ વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાએ વિકાસના કામોની યાદી નવું બજેટ 2026-27…

મનપાના બજેટ પહેલાં વિપક્ષી નેતાએ બજેટમાં સમાવેશ થાય તેવા 19 મુદ્દાઓ રજૂ કર્યા

મહાનગરપાલિકાના બજેટ પૂર્વ વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાએ વિકાસના કામોની યાદી નવું બજેટ 2026-27 માં સમાવવા તેમજ ચૂંટણી નિર્ભર બજેટ નહિ પરંતુ આત્મ નિર્ભર અને વાસ્વિક બજેટ બનવવામાં આવે તેવી રજૂઆત સાથે 19 મુદ્દાઓ લેખિતમાં તંત્રને રજૂ કર્યા છે.

વશરામભાઇએ રજૂ કરેલા 19 મુદ્દા મુજબ (1) રાજકોટ મહાનગરપાલિકા વતી કોઈ પણ પ્રકારના રાજકોટની પ્રજા ઉપર વધારાના ટેક્સનો બોજો આપવો નહીં અને કોર્પોરેશન દ્વારા વ્યાજ માફી ની સ્કીમ આવે તો કરોડો રૂૂપિયા જે કોર્પોરેશનના લોકો પાસે બાકી છે તે જમા થઈ શકે અને હાલ બિલ્ડરોને જે જમીન વેચવાની યોજનાઓ છે તેમાંથી પણ કોર્પોરેશનને રાહત મળી શકે છે. (2) સામા કાંઠા વિસ્તારમાં રીંગરોડ સુધીમાં જેટલી ટીપી સ્કીમો આવતી હોય તે ફાઇનલ કરવી જોઈએ જેથી કરીને રાજકોટનો વિકાસ ચારે કોર સમતોલ થઈ શકે હાલ ફક્ત અમુક લોકોના પ્લોટો કે જે રાજકીય વગ ધરાવે છે તેવા લોકોના પ્લોટ છે તે બાજુ જ ટીપી સ્કીમો ફાઈનલ થઇ રહી છે અમારી માંગણી છે ટીપી સ્કીમ નંબર 14, 40, 15, 17, 18 અને 31 કે જે સામે કાંઠે છે તેને ફાઇનલ કરવી જોઈએ. (3) સીનીયર સીટીઝન લોકો માટે રાજકોટમાં કોર્પોરેશન દ્વારા ચાલતી બસોમાં મફત મુસાફરી કરવાની પરવાનગી આપવી જોઈએ. (4) રાજકોટમાં હાલ સફારી પાર્ક આપણે બનાવી રહ્યા છીએ ત્યારે હાલની સ્થિતિ જોતા સર્વિસ રોડ સિવાયનો એક પણ રોડ નથી કે જે ડાયરેક્ટ સફારી પાર્કમાં જાય તે પછી માલ્યાસણ તરફ નો હોય કે ત્રંબા તરફનો હોય કે પછી ગ્રીનલેન્ડ ચોકડી થી સફારી પાર્ક જવાનો હોય તો પહેલા રસ્તા ની વ્યવસ્થા કરવી જોઈએ (5) નવા ભરેલા વોડો જેવા કે વોર્ડ નંબર 18,12,11, 3 અને 1 બાકી રહેતી જીવન જરૂૂરી સુવિધાઓ ઝડપથી લોકોને મળે તેવી બજેટમાં જોગવાઈ કરવી જોઈએ.

(6) રાજકોટ મહાનગરપાલિકાની હદ ચારે તરફ વધી હોય જેથી જુદા જુદા ચાર ઝોન બનાવવા જોઈએ અને ચારે ઝોનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક એક ઈંગ્લીશ મીડીયમ પ્રાથમિક શાળા બનાવી જોઈએ. (7)પૂર્વ ઝોનમાં આવેલ પીટીસી ની જે જમીન સરકાર હસ્તકની છે તેમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ઇંગ્લીશ મીડીયમ શાળા લાઇબ્રેરી તેમજ સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ મળી શકે તેમ છે જેથી સામે કાંઠેના વિસ્તારના લોકોને અને વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં લાભ મળી શકે એમ છે તો તેને બજેટ માં સમાવેશ કરવો (8)આજી ડેમની પાણીની સંગ્રહ ક્ષમતા માં વધારો થાય તેના માટે આયોજન કરવું પાણી વિતરણ વ્યવસ્થા માટે નવા અંડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ ટાંકાઓ બનાવી વિતરણ વ્યવસ્થા નું આયોજન કરવું જોઈએ. (9) કોર્પોરેશન દ્વારા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં છાણ જેવી વસ્તુઓના પ્રોસેસથી કોર્પોરેશનને આવક થાય તેમ છે દાખલા તરીકે ખાતર તેમજ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવી જેથી કોર્પોરેશનને આવકમાં પણ વધારો થાય. (10) રીવર ફ્રન્ટમાં કોર્પોરેશન દ્વારા ચંપકભાઈ વોરા બ્રિજ 80 ફૂટ રોડ થી કેસરી હિન્દ પુલ સુધીમાં રિવરફ્રન્ટ નું પ્રથમ ફેસ મા નિર્માણ કરવું.

તેમજ (11)વોર્ડ નંબર 15માં જુદી જુદી જગ્યાએ ગ્રાન્ટોની જરૂૂરિયાત છે તેના માટેની યાદી નીચે મુજબ છે. હાલ વોર્ડ નંબર 15માં નવી ડી આઈ પાઇપલાઇનનું કામ જે જે વિસ્તારોમાં ચાલુ છે ત્યાં નવા સિમેન્ટ રોડ તથા નવા ડામર રોડ માટેની અલગથી બજેટ ફાળવવા માટે અમારી માંગણી છે જેવા કે ગંજીવાડા, મનપરા, ભગવતી સોસાયટી, માંજોઠીનગર,મેમન કોલોની અને જય હિન્દનગર જેવા વિસ્તારોને આવરી લેવા. (12)વોર્ડ નંબર 15માં લાખાજીરાજ ઉદ્યોગ નગરમાં ગત વર્ષે ગેસની પાઇપલાઇન નાખવામાં આવેલ હતી હાલમાં નવી ભૂગળ ગટરનું કામ ચાલુ કરવામાં આવનાર છે તો આ વિસ્તાર માટે નવા ડામર રોડ માટેની અલગથી જોગવાઈ કરી આપવા વિનંતી. (13) વોર્ડ નંબર 15માં સત્યમ પાર્કમાં જુના પેવિંગ બ્લોક છે તે કાઢી ત્યાં આરસીસીના નવા રોડ બનાવી આપવાની ગ્રાન્ટ ફાળવી. (14)વોર્ડ નંબર 15માં ડ્રેનેજને અને ગંદા પાણીની માસિક ફરિયાદો એવરેજ 1000 ઉપરની સંખ્યામાં નોંધાય છે ભૂગર્ભ ગટર અને પાણીની જુના 45 વર્ષથી પાઇપો છે તે નવા નેટવર્કની સ્થાપના કરવી દાખલા તરીકે ખોડીયાર નગર શેરી નંબર 1 થી 76 અને આંબેડકર નગર શેરી નંબર 1 થી 13માં ખાસ આયોજન કરવું તેમજ નવા રસ્તા માટે ગ્રાન્ટ ફાળવવી. (15) વોર્ડ નંબર 15માં આવેલ મોહનભાઈ સરવૈયા હોલ કે જેમાં રિનોવેશન ની હાલ જરૂૂરિયાત છે તેના માટે ગ્રાન્ટની ફાળવણી કરવી.

(16)80 ફૂટ રોડની ચોકડી થી આજીડેમ ચોક સુધીમાં રોડની બંને સાઈડની ખુલ્લી જગ્યામાં સિનિયર સિટીઝન પાર્ક ચિલ્ડ્રન પાર્ક તેમજ પ્લે એરિયા અને વોકિંગ ટ્રેક જેવી સુવિધાઓ માટેની ગ્રાન્ટ ફાળવવી. (17)વોર્ડ નંબર 15 અમુલ સર્કલથી હોન્ડાઈના શોરૂૂમ સુધી વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન નાખવાનું કામ હાલ ચાલુ હોય તો ત્યાં નવા ડામર રોડ માટેની અલગથી ગ્રાન્ટની વ્યવસ્થા કરવી. (18) વોર્ડ નંબર 15માં કુબલીયાપરામાં હાલ ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ છે ત્યાં નવા રોડ રસ્તા માટેની ગ્રાન્ટ ફાળવવી. (19)રીંગરોડ થી રામ વન સુધીના રોડને પૂર્વ મેયર મનસુખભાઈ ચાવડા નામકરણ કરવા માટેની યોગ્ય મંજૂરી આપવી. (20)ગેર કાયદેસર બાંધકામો પર રેગ્યુલર ટેક્સ કરતા ત્રણ કે ચાર ગણો ટેક્સ વસૂલી આવક વધારવી જોઈએ તેમજ ગરીબ લોકો રહેછે એવા મફતિયા પરા વિસ્તારમાંથી ટેક્સ લેવાનું બંધ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *