વર્ષો જૂના મહાકાળી માતાજીના મંદિરની જગ્યા તોડી પાડવાની મનપાની નોટિસ સામે કોર્ટનો સ્ટે

રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ પ્રખ્યાત મહાકાળી માતાજીના મંદિર તરીકે ઓળખાતી જગ્યા તોડી પાડવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાયેલી નોટિસ સામે મહંત દ્વારા કોર્ટમાં…

રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ પ્રખ્યાત મહાકાળી માતાજીના મંદિર તરીકે ઓળખાતી જગ્યા તોડી પાડવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાયેલી નોટિસ સામે મહંત દ્વારા કોર્ટમાં દાવો કરતા કોર્ટે યથાવત સ્થિતી જાળવી રાખવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર વર્ષો જુની મહાકાળી માતાજીના મંદિર તરીખે ઓળખાતી જગ્યા આવેલી છે. આ જગ્યાના હાલના મહંત વલ્લભદાસ લીલાધરભાઈ કાંત્રોડીયા છે. જે વર્ષોથી મંદિરમાં સેવા-પુજા કરે છે. હાલના મહંતના ગુરૂૂ એટલે કે પુરોગામી મહંત આત્મારામ ગુરૂૂશ્રી ભગવાનદાસને રાજકોટ શહેરના મુળ ખેડુત ખાતેદાર મૃતક સવદાસભાઈ હિરાભાઈ પટેલે તેની માલીકીની રાજકોટના રેવન્યુ સર્વે નં.311 પૈકીની જમીન એકર 25-38 ગુંઠા માહેથી જમીન એકર 9-00 ગુંઠા મહાકાળી માતાજીના મંદિરના નિભાવ સારૂૂ, સાંધુ-સંતોને જમાડવા, ધર્મશાળા બાંધવા વિગેરે. ખર્ચને પહોંચી વળવા માટે દાનપત્રથી સને-1962ના રોજ આપેલ હતી.

આ મહાકાળી માતાજીના મંદિર સહીતની જગ્યા ચો.મી.1218-00 ઉપર આવેલ મંદિર તથા મંદિરના નિભાવ સારૂૂ આવેલ દુકાનો તોડી પાડવા માટે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્રારા મંદિરના મંહતને નોટીસ આપવામાં આવેલ હતી. આથી રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન સામે મહાકાળી માતાજીના મંદિરના મહંત વલ્લભદાસ લીલાધરભાઈ કાંત્રોડીયાએ રાજકોટના સીનીયર સીવીલ જજ સમક્ષ દાવો દાખલ કરી કાયમી મનાઈ હુકમની માંગણી કરેલ હતી. જેમાં દાવો ચાલતા સમય દરમ્યાન વાદીએ કામચલાઉ મનાઈ હુકમની પણ માંગણી કરેલ હતી જે કામચલાઉ મનાઈ હુકમની માંગણી કોર્ટે ગ્રાહય રાખી મહાકાળી માતાજીના મંદિર સહીતની જગ્યામાં યથાવત પરીસ્થીતી જાળવી રાખવા અંગેનો કામચલાઉ મનાઈ હુકમ ફરમાવ્યો હતો.
આ કામમાં વાદી વલ્લભદાસ લીલાધરભાઈ કાંત્રોડીયા વતી એડવોકટ આશિષ આર.ડોબરીયા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *