લોધિકાના નિવૃત નાયબ મામલતદારે મિત્ર પાસેથી લીધેલા રૂૂ.4 લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફર્યો હતો. જે ચેક રિટર્ન કેસમાં કોર્ટે નિવૃત નાયબ મામલતદારને એક વર્ષની સાદી કેદની સજા ચેક મુજબની રકમ એક માસમાં વળતર પેટે ન ચુકવે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના લોધિકાના નિવૃત નાયબ મામલતદાર પારસ ભુપતરાય ત્રિવેદીએ તેના મિત્ર મહેશભાઈ બુધવાણી પાસેથી રૂૂા.4 લાખ હાથઉછીના વગર વ્યાજે થોડા સમય માટે લીધા હતા. જે રકમ ચૂકવવા નિવૃત નાયબ મામલતદાર પારસ ત્રિવેદીએ આપેલો ચેક વગર વસુલાતે પરત ફર્યો હતો. જે અંગે મહેશભાઈ બુધવાણીએ પાઠવેલી નોટીસ બજી જવા છતાં રકમની ચુકવણી નહિ કરતા નિવૃત નાયબ મામલતદાર પારસ ત્રિવેદી વિરુદ્ધ મિત્ર મહેશભાઈ બુધવાણીએ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.
જે કેસમાં નિવૃત નાયબ મામલતદાર પારસ ત્રિવેદી વારંવાર હાજર ન થતા કોર્ટે નોટીસ તેમજ પકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું. જે બાબતે રૂૂા.10,000 નો જામીન આપવાની ફરજ પડી હતી. તેમ છતા હાજર નહી થતા કોર્ટે મિત્ર પાસેથી હાથઉછીની લીધેલી રકમ પરત કરવા આપેલો ચેક પરત ફરવાના કેસમાં નિવૃત નાયબ મામલતદાર પારસ ત્રિવેદીને એક વર્ષની સાદી કેદની સજા ચેક મુજબની રકમ એક માસમાં વળતર પેટે ન ચુકવે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી વકીલ અતુલકુમાર જે. મહેતા અને અભિષેક મહેતા રોકાયા હતા.
