છાત્રાઓને ન્યૂડ વીડિયો બતાવી અશ્ર્લીલ હરકતો કરનાર લંપટ શિક્ષકની જામીન અરજી ફગાવતી કોર્ટ

બેડી વાછકપર ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષકની ફરિયાદના આધારે ધરપકડ થઇ’તી રાજકોટ તાલુકાના બેડી વાછકપર ગામની શાળાની વિદ્યાર્થિનીઓને સ્કૂલ પાછળ બગીચામાં લઈ જઈ ન્યુડ વિડિયો…

બેડી વાછકપર ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષકની ફરિયાદના આધારે ધરપકડ થઇ’તી

રાજકોટ તાલુકાના બેડી વાછકપર ગામની શાળાની વિદ્યાર્થિનીઓને સ્કૂલ પાછળ બગીચામાં લઈ જઈ ન્યુડ વિડિયો દેખાડી બિભત્સ વર્તન કરવાના શિક્ષણ જગત અને ગુરુની ગરિમાને લાંછન લગાડતા પોક્સોના ગુનામાં પકડાયેલા લંપટ શિક્ષક કમલેશ જયંતીભાઈ અમૃતિયાની ચાર્જશીટ પછીની જામીન અરજી સ્પેશિયલ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ બેડી વાછકપર ગામે લંપટ શિક્ષકની રોજિંદી બિભત્સ હરકતોથી ત્રાસેલી કેટલીક વિદ્યાર્થિનીઓ પૈકી એક વિદ્યાર્થિનીના વાલીએ ગત તારીખ 6-1-2025ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ લખાવેલ કે બેડી વાછકપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી તેમની સગીર વયની દીકરી (ઉંમર વર્ષ 12) સહિત અન્ય વિદ્યાર્થિનીઓને સ્કૂલનો શિક્ષક કમલેશ જયંતીભાઈ અમૃતિયા સ્કૂલના બગીચામાં મોબાઇલમાં ખરાબ ન્યુડ વિડિયો બતાવી પોતાનું પેન્ટ ઉતારી અશ્ર્લીલ હરકતો કરી ગુનો આચારી અનેક વિદ્યાર્થિનીઓને ત્રાસ આપી રહ્યો છે. આ અંગે બેડી વાછકપર પ્રાથમિક શાળાના શિક્ષક આરોપી કમલેશ જયંતીભાઈ અમૃતિયાની ધરપકડ અને ધોરણસરની કાર્યવાહી તેમ જ તપાસ બાદ કોર્ટની સૂચનાથી જેલ હવાલે કર્યો હતો. દરમિયાન આરોપી વિરુદ્ધ ગુના ને લગતો પૂરતો પુરાવો જેવો કે ભોગબનનાર બાળાઓના નિવેદનો તથા સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ફોન વિગેરે પુરાવો મળી આવતા આરોપી સામે પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. એમાં ચાર્જશીટ થયા બાદ આરોપી કમલેશ અમૃતિયાએ જેલમાંથી જામીન ઉપર છૂટવા પોક્સો અદાલતમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે, શિક્ષકની પત્ની તે જ સ્કૂલમાં આચાર્ય હોય, હલકી મનોવૃત્તિને કારણે લંપટ શિક્ષકે આ પ્રકારનું દુષ્કૃત્ય આચરી રહ્યો હતો, સમાજમાં શિક્ષકને એક ઉચ્ચ સ્થાન આપવામાં આવેલ છે અને આવા ઉચ્ચ સ્થાન ઉપર રહી આવા વ્યક્તિઓ જો આવા ગુના આચરે તો તેમને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં તેથી આરોપીને જામીન આપવા જોઈએ નહીં. મદદનીશ સરકારી વકીલની આ મતલબની રજૂઆતોને ધ્યાને લઈ સેશન્સ જજ પી. જે. તમાકુવાળાએ શિક્ષક આરોપી કમલેશ જયંતીભાઈ અમૃતિયાની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *