વિદ્યાર્થિનીને અશ્ર્લિલ મેસેજ મોકલનાર શિક્ષકની મિલકત જપ્ત કરવા કોર્ટનો આદેશ

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષકે ચાર વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટાગ્રામ પર અશ્ર્લિલ મેસેજ મોકલ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ગુનામાં આરોપી શિક્ષક…

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષકે ચાર વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટાગ્રામ પર અશ્ર્લિલ મેસેજ મોકલ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ગુનામાં આરોપી શિક્ષક પર પોક્સો એક્ટના અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી છે. શિક્ષક રવીરાજસિંહ ચૌહાણની મિલકત જપ્ત કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે.

આરોપી શિક્ષકે શાળાની વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પર અશ્ર્લિલ સંદેશા મોકલ્યા હતા. પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં આરોપી છેલ્લા છ મહિનાથી ફરાર હોવાથી સરકારે કડક કાર્યવાહીની માગ કરી હતી. કોર્ટે આરોપીની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને તેની મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો છે.

વિશેષ અદાલતે આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતાં આરોપી શિક્ષકની મિલકત જપ્ત કરવા માટે આદેશ આપ્યો છે. આરોપી, રવીરાજસિંહ ચૌહાણ, 9માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મેસેજ કરે હતા. તપાસ દરમિયાન તે 6 મહિના કરતાં વધુ સમયથી ફરાર હતો, જેના કારણે રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ મામલો શિક્ષણ ક્ષેત્રે મોટો આંચકો છે અને ગુરુ-શિષ્યના સબંધમાં દાગના રૂૂપમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *