મોરબીના રાજપર ગામે પ્રેમીપંખીડાંનો સજોડે ઝેર પી લઇ આપઘાતનો પ્રયાસ

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રેમી પંખીડાને વતનમાંથી યુવાનનો ભાઈ લેવા માટે આવ્યો હતો. જેથી યુવાન અને તેની પ્રેમિકાએ રૂૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે…

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રેમી પંખીડાને વતનમાંથી યુવાનનો ભાઈ લેવા માટે આવ્યો હતો. જેથી યુવાન અને તેની પ્રેમિકાએ રૂૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી લીધી હતી. જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના રાજપર ગામે ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા હિંમતભાઈ રામસિંગ (30) અને ઉષાબેન ગબ્બરસિંહ (22) બન્ને રૂૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી લીધી હતી. જ
ેથી તે બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હિંમતભાઈ રામસિંગ અને ઉષાબેન ગબ્બરસિંહને પ્રેમ સંબંધ હતો. જેથી તેવો પોતાના વતનમાંથી અહીંયા મોરબી રહેવા અને કામ કરવા માટે આવી ગયા હતા અને તેઓ રાજપર ગામે રૂૂમમાં રહેતા હતા. દરમિયાન હિંમતભાઈનો ભાઈ તેના વતનમાંથી ત્યાં આવી તે બંનેને સાથે વતનમાં લઈ જવાની વાત કરી હતી. જો કે, તે બંનેને વતનમાં ન જવું હોવાથી રૂૂમ અંદરથી બંધ કરીને હિંમતભાઈ તથા ઉષાબેને ઝેરી દવા પી લીધી હતી.
જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને વધુમાં મળતી વિગત પ્રમાણે ઉષાબેનના અગાઉ લગ્ન થયા હતા જોકે, ત્યાંથી તેના છૂટાછેડા થઈ ગયા છે અને હિંમતભાઈ સાથે તેને પ્રેમ સંબંધ હોય તે બંને મોરબી આવ્યા હતા અને તેઓને વતનમાં પરત લઈ જવા માટે થઈને હિંમતભાઈનો ભાઈ આવ્યો હોવાથી આ પ્રેમીપંખીડાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *