રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે CCTV ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો
ઉપલેટામાં વૃધ્ધાને બેભાન બનાવી સોનાના દાગીનાની ચોરીના બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ભેદ ઉકેલી નાખી સિહોરના દંપતીની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ ગઈ તા 25/11/2025 ના રોજ પલેટામાં શાક થી એક વૃધ્ધ મહિલાને બેભાન કરી તેના ગળા માંથી એક સોનાનો ઓમકાર તથા કાન માંથી સોનાની બુટી સહીત રૂૂા.82,000ના દાગીનાની ચોરી થઇ હતી. જે અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હતો.આ ચોરી અંગે ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફ નાઓસી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા આ ગુનાને અંજામ આપનાર એક મહીલા તથા એક પુરૂૂષ હોવાનું જણાયેલ જેના આધારે અલગ અલગ દીશામાં તપાસ કરતા ખાનગી હ્યુમન સોર્સીસ દ્વારા માહીતી આધારે ભાવનગરના સીહોરના રણછોડભાઇ ઉર્ફે ગડો ધારશીભાઈ વાઘેલા અને તેની પત્ની હીરલબેન રણછોડભાઇ ધારશીભાઈ વાઘેલાને ઝડપી લઇ પુછપરછ કરતા આ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ આર.વી.ભીમાણી , એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી. અનીલભાઈ બડકોદીયા, શક્તીસીંહ જાડેજા. વિજયસીંહ જાડેજા, પો.હેડ કોન્સ. નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઇ પરમાર, દિવ્યેશભાઇ સુવા, અરવિદસીંહ જાડેજા, કૌશીકભાઈ જોશી, પો.કોન્સ. મીરલભાઈ ચંદ્રવાડીયા, તથા ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
