ઉના પોલીસે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેકાર્યવાહી કરતા ઉના તાલુકાના કાજરડી ગામની સીમમાંથી દેશી દારૂૂની ભઠ્ઠી ઝડપી પાડી છે.આ દરોડાદરમિયાનપોલીસે 28,340નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જોકે મુખ્ય આરોપી પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો.
બાતમીના આધારે ઉના પોલીસ ટીમે કાજરડી ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી દેશી દારૂૂ બનાવવાની સામગ્રી, પ્લાસ્ટિકના ડ્રમ, બેરલ, તૈયારદેશી દારૂૂનો જથ્થો અને આથો મળી આવ્યો હતો.પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસની રેડ દરમિયાન મુખ્ય આરોપી કરશન ગાંડાભાઈ બાંભણીયા સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે અને તેને ઝડપી પાડવા માટે તાત્કાલિક તપાસ શરૂૂ કરવામાં આવી છે.આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર નિલેષ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂૂના ધંધા સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
