રાજકોટના ગારીડા ગામે વિકાસ કામોમાં ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર: ફરિયાદ

રાજકોટ તાલુકાના ગારીડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરીયાદ ગામના ભુપત ઝાપડીયા દ્વારા કરવામાં આવી છે. ફરીયાદમાં જણાવાયું છે…

રાજકોટ તાલુકાના ગારીડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરીયાદ ગામના ભુપત ઝાપડીયા દ્વારા કરવામાં આવી છે.

ફરીયાદમાં જણાવાયું છે કે, અરજદાર ધ્વારા તા.16/8/2025 ના રોજ ગારીડા ગ્રામ પંચાયત સમક્ષ ગામને મળતી ગ્રાન્ટ અને તેના વપરાશ અંગેની માહિતી માંગેલ હતી જેના અનુસંધાને અમોને તારીખ 14/10/2025 ના રોજ તલાટી કમ મંત્રી ધ્વારા અમોને થયેલ કામ અંગેની માહિતી રકમ સાથે આપવામાં આવેલ છે અને તેમાં કામ અને રકમ દર્શાવવામાં આવેલ છે તે માંહેથી અલગ અલગ શેરીમાં ભુર્ગભ ગટર અંગેના કામની રકમ ઉઘારી નાખવામાં આવેલ છે અને ગ્રાન્ટની રકમ વપરાયેલ છે તેવું જણાવેલ છે. ખરી હકીકતે ભુર્ગભ ગટરનુ કામ કરવામાં આવેલ નથી. તેમજ ભુર્ગભ ગટર પાસે શોષ ખાડાની રકમ પણ શોપ ખાડો બનાવ્યા વગર જ વાપરી નાખવામાં આવેલ છે.

તા.14/10/2025 ના રોજ અમોને આપેલ માહિતી મુજબ જે જે વિગત દર્શાવવામાં આવેલ છે તે વિગત માંહેથી મોટા ભાગના કામો કરવામાં આવેલ નથી અથવા કરવામાં આવેલ હોય તો અધુરા કરવામાં આવેલ છે. ઉપરોકત હકીકત ધ્યાને લઈ આ બાબતની ઉંડી તપાસ કરવામાં આવશે તો કેટલો ભષ્ટ્રાચાર થયેલ છે તેની ખરી હકીકત બહાર આવશે અને થયેલ ભ્રષ્ટ્રાચારમાં સામેલ તમામ સામે કાયદા મુજબ યોગ્ય પગલા ભરવા માંગણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *