જૂનીની જગ્યા બતાવી નથી અને નવા બજેટમાં ‘જીરો’ જોગવાઇ: મુંધવા-ભારાઇ
રાજકોટ કોર્પોરેશનના શાસકો દ્વારા માલધારી વસાહતના નામે ચાલતી રમત અંગે કોંગ્રેસ સેવાદળના રણજીત મુંધવા તથા હરેશભાઇ ભારાઇએ એક નિવેદનમાં જણાવેલ છે કે, ગત બજેટની અંદર ચાર માલધારી એનિમલ હોસ્ટેલ ની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ એ જોગવાઈઓ આ બજેટમાં ક્યાંય દેખાતી નથી માત્ર ગુલબાંગ વાતો કરી આજે હાલ જ્યારે રાજકોટ ગૌ સંવર્ધનનો એક્સપો યોજાઈ રહ્યો છે ત્યારે આ કોર્પોરેશનના અને સરકારના પાપે ગાય માતા તો રોડ પર માલધારીઓ પાસે પણ પોતાના માલ ઢોર રાખવા માટે વ્યવસ્થા ન હોય ત્યારે માત્ર એક કોર્પોરેશન દ્વારા માત્ર વાતો કરી માલધારીઓને શહેરમાંથી ઢોર ખસેડવા માટે સહમત કરી આજે માત્ર કાગળ ઉપર, વાતો થઈ રહી છે નવા ઢોર ડબ્બા બનાવવા છે પરંતુ નવી એનિમલ હોસ્ટેલ બનાવીને શહેરને સુવિધા આપતા નથી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 25-26 ના બજેટમાં એક જગ્યાએ સોખડા ખાતે નવી એનિમલ હોસ્ટેલ બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવેલ છે તેમાં અંદાજિત 750 પશુઓ સમાવેશ થઈ શકે તેમ છે. પરંતુ આજ સુધી ખાત મૂહર્ત ખાતમુસ્ત કે મુરત કરવામાં આવેલ નથી વધારાના ઢોર ડબ્બા બનાવવા માટે પણ જોગવાઈઓ કરવામાં આવેલ હતી રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના બજેટ 26 27 બજેટ બુક માં 51 નંબરના પેજ ઉપર રાજકોટ શહેરના જુદા જુદા પાંચ સ્થળોએ એનિમલ હોસ્ટેલ કાર્યરત છે પુખ્ત એનિમલ હોસ્ટેલમાં હાલ 242 પશુ પાલક દ્વારા 26 સુધી પણ વધારે પશુ રાખવામાં આવેલ છે આવી નોંધ કરવામાં આવેલ છે પરંતુ સ્થળ ઉપર આજે જોઈએ તો રાજકોટની અંદર માત્ર ને માત્ર ત્રણ એનિમલ હોસ્ટેલ છે 2025 26 ના બજેટમાં પેજ નંબર 62 પર નવા ઢોર ડબ્બા રખડતા પશુઓના નિરાકરણ માટે હજાર હજાર પશુઓની ક્ષમતા વાળા બે ઢોર ડબ્બા બનાવવામાં આવશે નવી એનિમલ હોસ્ટેલ રખડતા ઢોરના પ્રશ્નો ઉકેલ માટે અભિગમ દાખવી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા ચાર સ્થળ કાર્ય કરવામાં આવે છે.
ઉપરોક્ત હોસ્ટેલ ઉપરાંત વધુ સ્થળ જગ્યાએ બનાવવામાં આવશે એક કોઠારીયા ધાર ત્રણ સોખડા ખાતે નવી એનિમલ હોસ્ટેલ બનાવવામાં તે જગ્યા ફાળવવામાં આવેલ છે અને માત્ર ને માત્ર કાગળ ઉપર એનિમલ હોસ્ટેલમાં અંદાજિત 3000 પશુઓનો સમાવેશ થઈ શૂકશે એવી જાહેરાતો કરી આજ સુધી સ્થળ પણ નથી દેખાડવામાં આવ્યું કે નથી માલધારીઓની ગાય માતાનો ત્યાં સમાવેશ કરવામાં આવ્યો.
