કોર્પોરેશનનું બુધવારે સૂચિત બજેટ: કરબોજ વધવાની સંભાવના

મનપાની હાલની આર્થિક હાલતમાં સુધારો કરવા આવક વધારવાના પ્રયાસોને અગ્રતા, ચૂંટણી વર્ષ હોવાથી મુલાયમ બજેટ મળી શકે મહાનગરપાલિકાનું વર્ષ 2026-2027નું સુચિત બજેટ બુધવારના રોજ કમિશનર…

મનપાની હાલની આર્થિક હાલતમાં સુધારો કરવા આવક વધારવાના પ્રયાસોને અગ્રતા, ચૂંટણી વર્ષ હોવાથી મુલાયમ બજેટ મળી શકે

મહાનગરપાલિકાનું વર્ષ 2026-2027નું સુચિત બજેટ બુધવારના રોજ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવશે. આવકની સામે ખર્ચમાં સતત વધારો થતો હોવાથી બજેટમાં કરબોજ વધવાની સંભાવના જોવાઇ રહી છે. ગત બજેટમાં સુચવવામાં આવેલ સુચિત વધારો સ્ટેન્ડિંગ કમિટિમાં માન્ય ન રહેતા આ વર્ષે પણ હાઉસ ટેકસના માળખામાં નોંધપાત્ર ફેરફાર તેમજ અન્ય આવકમાં વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. છતા ચાલુ વર્ષ ચૂંટણી વર્ષ હોવાના કારણે શાસકો દ્વારા બજેટમાં સુચવેલ કરબોજ રદ કરવામાં આવે તેવુ લાગી રહ્યુ છે. છતા ફાઇનલ બજેટ દરમ્યાન ચિત્ર સ્પષ્ટ થશે.

2026-27નું બજેટ આગામી સપ્તાહે તા. 30 અથવા 31 જાન્યુઆરી દરમિયાન જાહેર કરવામાં આવશે. કમિશનર તુષાર સુમેરા દ્વારા તમામ શાખાના અધિકારીઓની સાથે મેરેથોન બેઠક યોજીને બજેટને ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે. એક તરફ મહાનગરપાલિકાની આર્થિક નબળી સ્થિતિ વચ્ચે રૂૂ.200 કરોડના લોન લેવાની જરૂૂરિયાત ઉભી થઇ છે ત્યારે બીજી બાજું 2025-26ના બજેટમાં મુકાયેલી અનેક યોજનાઓ નાણાંના અભાવે પુરી થઈ શકી નથી.આવા સંજોગોમાં કમિશનર તુષાર સુમેરા મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ સધ્ધર કરવા માટે પ્રજા પર અંદાજે 150 થી 200 કરોડનો વેરો ઝીંકવાના મુડમાં છે.

અલબત, મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોય શાસકો દ્વારા તેમના આ અંતિમ બજેટમાં કોઈપણ વેરા વધારો મંજૂર નહીં જ કરે એ વાત પણ નિશ્ચિત છે. બીજી બાજું ટાઉનપ્લાનિંગ શાખા હસ્તકના સાત ટીપી પ્લોટની હરાજી કરીને રૂૂ.370 કરોડ ઉભા કરવાની ગણતરી પણ ઉંધી પડી છે. અને માત્ર એક જ પ્લોટનું વેંચાણ થયું છે. આવી જ રીતે માર્ચ મહિનામાં નાણાંકિય વર્ષ પુરું થાય એ પહેલા મિલકત વેરાનો રૂૂ.454 કરોડનો અને વાહન વેરાનો રૂૂ. 30 કરોડનો ટાર્ગેટ પુરો થશે કે કેમ તે પ્રશ્નાર્થ છે. આવા સંજોગોમાં કમિશનર દ્વારા કોઈ નવી અને મહત્વપુર્ણ યોજના જાહેર કરવાને બદલે જુની યોજનાઓ જ પુર્ણ કરવા પર ભાર મુકાશે. પણ, વહિવટી પ્રક્રિયા ઝડપી બનાવીને પ્રજાની અપેક્ષાઓ સંતોષવા કમિશનર દ્વારા લોકોની ફળદાઇ થાય તે પ્રકારનુ બજેટ તૈયાર કરવામાં આવ્યુ છે. છતા સુચિત બજેટ રજૂ થયા બાદ અને શાસકો દ્વારા ફાઇનલ કર્યા બાદ બજેટ કેવુ રહ્યુ તે જાણવા મળશે. સફળ થશે કે કેમ ? તે આગામી સમય જ કહેશે.

મનપાના વર્ષ 2026-2027ના બજેટમાં શહેરીજનો દ્વારા ત્રણેય ઝોનમાં 18 વોર્ડમાં અને 161.86 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા રાજકોટના વિકાસની સાથોસાથ મહાનગરપાલિકાની કામગીરી માટે પ્રજાની અપેક્ષાઓ પુર્ણ કરવામાં તંત્ર કાયમ નબળું પડે છે. દર વર્ષે ચોમાસામાં રાજકોટના રોડ રસ્તાઓ બિસ્કિટની જેમ ભાંગીને ભુક્કો થઇ જાય છે. અને તંત્ર દ્વારા કરોડોના ખર્ચે નવા ડામર રોડ બનાવીને પ્રજાના પરસેવાની કમાણીનું પાણી કરવામાં આવે છે. માત્ર રોડ રસ્તાઓ જ નહીં આ સિવાય પણ શહેરીજનો મહાનગરપાલિકા પાસે પ્રજાકિય સુવિધાઓની અનેક અપેક્ષા રાખી રહ્યા છે. તેવી જ રીતે અન્ય બગીચાઓ તેમજ નવા રાજમાર્ગો સહિતના નવા પ્રોજેક્ટોની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જે બજેટમાં પૂર્ણ થાય તેવુ લાગી રહ્યું છે. બુધવારના રોજ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેનને સુચિત બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કમિટિ દ્વારા સંભવત એક સપ્તાહ સુધી બજેટની ચર્ચા કરી સુધારા વધારા સાથેનુ ફાઇનલ બજેટ ગુરુવારના રોજ રજૂ કરવામાં આવે તેવી સંભાવના જોવાઇ રહી છે.

અનેક કામોમાં સુધારા કરવાની જરૂરિયાત
મનપા દ્વારા બુધવારના રોજ નવું બજેટ રજૂ કરવામાં આવી રહ્યુ છે. જેમાં રોડ રસ્તાઓની જાળવણી પ્રતિઘર દીઠ, 450 લીટર પાણી, સિટી બસની કનેકટીવીટીમાં વધારો, નિયમીત વોકળા સફાઇ તથા દબાણો દુર કરવા તથા ટ્રાફિક સીંગલન, વોર્કસ ઝોન, શહેરમાં પાણી ભરવાની સમસ્યા સહિતના કામોની અગ્રતા આપવા સહિતના કામો આજે પણ નબળા રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *