કોર્પોરેશન દ્વારા ઇ-વેસ્ટ ખરીદીનો પ્રારંભ

એસી, વોશિંગ મશીન, લેપટોપ સહિતનો ભંગાર આપવા માટે +91 89800 04000 પર સંપર્ક કરવા અનુરોધ રાજકોટ મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા સતત પ્રયત્નશીલ…

એસી, વોશિંગ મશીન, લેપટોપ સહિતનો ભંગાર આપવા માટે +91 89800 04000 પર સંપર્ક કરવા અનુરોધ

રાજકોટ મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં ઇલેક્ટ્રોનિક કચરા (ઊ-ઠફતયિં)ના યોગ્ય અને વૈજ્ઞાનિક નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અધિકૃત એજન્સી સાથે સંકલન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત શહેરના નાગરિકો પોતાના ઘરમાં કે ઓફિસમાં ઉપયોગમાં ન રહેલા ઇલેક્ટ્રોનિક સાધનો યોગ્ય રીતે સોંપીને પર્યાવરણ સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે તેમજ તેના બદલામાં આર્થિક લાભ પણ મેળવી શકે છે. આ ઊ-ઠફતયિં વ્હીકલનો આજ તા.02-01-2026ના રોજ વોડ નં.13માંથી શુભારંભ કરવામાં આવેલ જેમાં પ્રથમ દિવસે વ્હીકલની શરૂૂઆતમાં જ વોર્ડ નં.13માંથી છ કી.લો. ઈ-વેસ્ટ એકત્ર કરવામા આવેલ હતો.

મનપા દ્વારા વિવિધ પ્રકારના ઇ-વેસ્ટ માટે યોગ્ય રકમ ચૂકવવામાં આવશે ઇ-વેસ્ટમાં એર ક્ધડીશનર , વોશિંગ મશીન / રેફ્રિજરેટર, લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઇલ ફોન, સામાન્ય ઇ-વેસ્ટ વગેરે સામગ્રીનો સમાવેશ થાય છે.

આ સમગ્ર પ્રક્રિયામાં નાગરિકોની સુવિધા માટે ફ્રી ડોર-ટુ-ડોર પિકઅપ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઇ-વેસ્ટ પિકઅપ બુક કરવા માટે નાગરિકો ટોલ ફ્રી નંબર 155304 અથવા મોબાઇલ નંબર +91 89800 04000 પર સંપર્ક કરી શકે છે. ઇ-વેસ્ટનો અયોગ્ય નિકાલ જમીન, પાણી અને હવામાં ગંભીર પ્રદૂષણ ફેલાવે છે તેમજ માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થાય છે. આવા સંજોગોમાં ઇસીએસ જેવી અધિકૃત એજન્સી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ઇ-વેસ્ટનું રિસાયક્લિંગ કરવામાં આવે છે, જેથી પર્યાવરણનું સંરક્ષણ થાય અને મૂલ્યવાન સંસાધનોનું પુન:ઉપયોગ શક્ય બને છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુ દ્વારા શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ પોતાના ઇલેક્ટ્રોનિક કચરાનો યોગ્ય નિકાલ કરી સ્વચ્છ રાજકોટ હરિયાળું રાજકોટના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *