વાઇબ્રન્ટ સમિટ પહેલા કોર્પોરેશન સાઇલેન્ટ, 200નો સ્ટાફ ફાળવાયો

સતત એક માસ સુધી રોડ-રસ્તા-ડેકોરેશન સહિતની કામગીરી ફાળવી દેતા મહાનગરપાલિકામાં અરજદારો માટે ધરમધક્કા મુખ્ય કામગીરી બાજુ પર રહી જતાં સ્ટાફમાં પણ નારાજગીનો સૂર રાજકોટમાં યોજાનાર…

સતત એક માસ સુધી રોડ-રસ્તા-ડેકોરેશન સહિતની કામગીરી ફાળવી દેતા મહાનગરપાલિકામાં અરજદારો માટે ધરમધક્કા

મુખ્ય કામગીરી બાજુ પર રહી જતાં સ્ટાફમાં પણ નારાજગીનો સૂર

રાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ પૂર જોશમાં ચાલુ કરી દેવામાં આવી છે. સરકારના આ કાર્યક્રમથી ઉદ્યોગોને ફાયદો થવાનો છે. પરંતુ દરેક સરકારી કાર્યક્રમોમાં મહાનગરપાલિકાના સ્ટાફનો ઉપયોગ થતો હોય છેલ્લા ઘણા સમયથી અનેક વિભાગોની કામગીરી ખોરવાઇ ગઇ છે. હાલતમાં એર શોમાં 10 દિવસ વ્યસ્ત રહ્યા બાદ હવે વાઈબ્રન્ટ સમિટ માટે મનપાના ઉચ્ચ અધિકારીઓ સહિતના 200 કર્મચારીઓને અલગ-અલગ જવાબદારી ફાળવી દેવાતા અનેક વિભાગોની રોજીંદી કામગીરી ખોરવાવાનો ભય ઉભો થયો છે.
વાઈબ્રન્ટ ગુજરાતના પ્રભાવ અને પહોંચને વધુ વિસ્તરે તે માટે, ગુજરાત સરકાર રાજ્યભરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.

વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણ સાથે સંલગ્ન અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા અને વારસાને આધારે, આ કોન્ફરન્સનું લક્ષ્ય પ્રાદેશીક ઔદ્યોગિક વિકાસ, વિવિધ ક્ષેત્રોમાં રોકાણોને પ્રોત્સાહન આપવું તેમજ વૈશ્વિક સહભાગીદારીને વધારવાનું છે. પ્રાદેશીક કોન્ફરન્સનો હેતુ પ્રાદેશીક અર્થવ્યવસ્થાઓને મજબૂત બનાવવી, નવીનતાને પ્રોત્સાહન આપવું અને રાજ્યના દરેક ભાગમાં વ્યૂહાત્મક રોકાણોને સુવિધાજનક બનાવવાનો છે. પ્રાદેશીક કોન્ફરન્સની સિદ્ધિઓ આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવનાર છે. ગુજરાત સરકાર સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનલ વાઇબન્ટ ગુજરાત કોન્ફરન્સનું આગામી 10 થી 12મી જાન્યુઆરી, 2026 દરમ્યાન મારવાડી યુનિવર્સિટી, મોરબી રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમા ભાગ લેવા માટે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનલ સહિત રાજ્યના તથા દેશના વિવિધ ક્ષેત્રના ઉધોગ માહસિકો, વ્યાપારી સંગઠનો, ડેલીગેટ્સ, મહાનુભાવો, અધિકારીઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે તેમજ તેઓની રાજકોટ શહેરમાં અવર-જવર રહેનાર હોઇ, રાજકોટ શહેર માટે ખુબ મહત્વનો અને અગત્યનો કાર્યક્રમ બની રહે છે. આ કોન્ફરન્સ માટે રાજકોટ શહેરમાં આવનાર મહાનુભાવો, મુલાકાતીઓને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ શહેર વિશેની એક આગવી ઓળખ અને છાપ પ્રસ્થાપિત થાય અને આ કોન્ફરન્સ ભવ્ય સફળ થાય તે હેતુસર નીચેની વિગતે અધિકારીઓને કામગીરી સુપ્રત કરવા વિવિધ સમિતિઓની રચના કરવા અને આ સમિતિમાં અધિકારી-કર્મચારીઓને જવાબદારી સુપ્રત કરવાનો આથી હુકમ કરવામાં આવે છે.

કચેરીઓ થશે ઉચ્ચ અધિકારીઓ વિહોણી

મનપાના ઉચ્ચ અધિકારીઓ સહિતનો 200 કર્મીઓન સ્ટાફ વાઈબ્રન્ટ સમિટ માટે ફાળવી તમામને જવાબદારી સોંપી દેવામાં આવી છે. જેમાં નાયબ કમિશનર, ગાર્ડ વિભાગ, પર્યાવરણ ઇજનેર, સિટી ઇજેનર, વોર્ડ એન્જિનીયર, શાખા અધિકારીઓ, વોર્ડ ઓફિસર, એન્કોયમેન્ટ ઓફિસ, ટાઉન પ્લાનિંગ ઓફિસર, મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આજથી સમિટ પૂર્ણ થયા ત્યા સુધી નિયમીત પણ સુપરવિઝન કરી કામગીરીનો દૈનિક ઝોન વાઇઝ સંકલીત રિપોર્ટ નાયબ કમિશનરને આપવાની સુચના આપવામાં આવી છે. જેના લીધે મનપાની ત્રણેય ઝોનલ કચેરી આગામી 20 દિવસ ઉચ્ચ અધિકારીઓ વિહોણી થઇ જશે તેવુ લાગી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *