કોર્પોરેશને ખર્ચા કાઢવા 360 કરોડના 7 પ્લોટ વેચવા કાઢયા

2022માં નાના મવા સર્કલના પ્લોટના વેચાણમાં ભેખડે ભરાઇ ગયા બાદ ત્રણ વર્ષે જમીન વેંચાણનો લીધો નિર્ણય, બજેટમાં જોગવાઇ કરેલ 740 કરોડની પ્લોટ વેચાણની કાર્યવાહી 50…

2022માં નાના મવા સર્કલના પ્લોટના વેચાણમાં ભેખડે ભરાઇ ગયા બાદ ત્રણ વર્ષે જમીન વેંચાણનો લીધો નિર્ણય, બજેટમાં જોગવાઇ કરેલ 740 કરોડની પ્લોટ વેચાણની કાર્યવાહી 50 ટકા થઇ શકશે

મહાનગરપાલિકાની આવકની સામે જાવકમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ખર્ચ વધતા તેજીરી કાયમી તળીયાઝાટક રહેતી હોય નિયમ મુજબ તંત્ર દ્વારા વેચાણના હેતુ માટે મુકવામાં આવેલા ટી.પી.ના પ્લોટનુ વેચાણ કરી આવક ઉભી કરે છે. અગાઉ જાહેરાત થયા બાદ હવે મનપાએ પ્રાઇમ લોકેશન ઉપર આવેલા સાત પ્લોટ વેચવા માટેની તૈયારીઓ આરંભી છે. અંદાજે 40,000 ચો.મી.નુ વેચાણ કરી રૂૂા.360 કરોડની આવક ઉભી કરવામાં આવશે તેમ ટાઉનપ્લાનિંગ વિભાગમાંથી જાણવા મળેલ છે અને હરાજી અંગેની જાહેરાત કરાવમાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ બાદ જમીન વેચાણ માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. રાજકોટ મહાપાલિકાની આર્થિક હાલત અગાઉ જેવી સક્ષમ રહી નથી. કરોડો રૂપિયાની ફિકસ ડિપોઝીટો હતી તે તોડી તોડીને વાપર્યા બાદ હવે જમીનોના પ્લોટ વેચવા પડે તેવી સ્થિતિ ઉભી થતા મનપા દ્વારા ટી.પી.ના સાત પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે અને તેની મંજૂરી મળતા હરાજી માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. સાડા ત્રણસો કરોડની આવક જમીન વેચીને ઉભી કરવાનો નિર્ધાર છે. અગાઉ સરકારે કડક વલણ રાખતા ગત ત્રણ વર્ષ સુધી જમીનના પ્લોટ વેચી શકાયા ન હતા અને હવે સરકારે મંજૂરી આપતા મનપાએ લગડી જેવા 7 પ્લોટ વેચવાની જાહેરાત કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે બજેટમાં સુચવામાં આવેલ વેરા વધારાની દરખાસ્ત શાસક પક્ષ દ્વારા માન્ય રાખવામાં આવી ન હતી અને તેના કારણે મનપાની મહેસુલી આવક ખર્ચ કરતા 40 ટકા આસપાસ ઓછી થવાની ધારણા છે અને તેની સામે નવી ભરતીઓને કારણે મહેકમ ખર્ચ વધવાનો છે. સફાઈ કામદારોની ભરતી માટેની તૈયારીઓ થઈ ચુકી છે અને ત્યારબાદ પગારબિલ 20 ટકા વધી જાય તેવી સંભાવના છે ત્યારે મહેસુલી ખર્ચ માટે રકમ વધે તેવી સ્થિતિ નથી. મોટા પ્રોજેકટ માટે કેપીટલ સરકાર જોઈએ તેટલી આપી દે છે પણ મહેસુલી ખર્ચ માટે મનપાએ પોતાની આવક ઉપર જ આધાર રાખવાનો રહે છે.

જેના લીધે પ્લોટનુ વેચાણ કરવુ ફરજિયાત બન્યુ છે. આ વખતે પણ આવી સ્થિતિ જણાતા માર્ચ એન્ડ પહેલા સાડા ત્રણસો કરોડની આવક જમીન વેચાણથી કરવા માટે કાર્યવાહી શરૂ થઈ છે. રીંગરોડ, રૈયા રોડ, મોરબી રોડ ઉપરના કિંમતી ટી.પી. પ્લોટના વેચાણ માટે પસંદ કરાયા છે. 40 હજાર ચો.મી. જમીન વેચાણ માટે પસંદ કરવામા આવી છે.

વેચાણ અર્થેના પ્લોટની વિગત
મનપા દ્વારા અંતિમ ટી.પી.એસ. નં. 04 (રૈયા). એફ.પી. નં. 769. સાવન સિગ્નેટ એપાર્ટમેન્ટ સામે. રૈયા મેઈન રોડ. ફાઇનલ 1.ઙજ નં. 03 (નાનામાવા) માં કોમર્શિયલ વેચાણ પ્લોટ. એફ.પી. નં. 204, અમીન માર્ગ/150 ફૂટ રિંગ રોડ કોર્નર, રાજકોટ. ફાઇનલ ટી.પી.એસ. નં. 28 (માવડી), એફ.પી. નં. 37/એ માં કોમર્શિયલ વેચાણ પ્લોટ. ઇ/વ મહાત્મા ગાંધી ટાઉનશીપ. નં. ફિલ્ડ માર્શલ રોડ, 150 ફૂટ રિંગ રોડ-2. રાજકોટ. ફાઇનલ ટી.પી.એસ. નં. 09 (રાજકોટ) માં કોમર્શિયલ વેચાણ પ્લોટ. એફ.પી. નં. સી/9. કલ્યાણમ પાર્ટી પ્લોટ સામે, એચસીજી હોસ્પિટલ રોડ. 150 ફૂટ રિંગ રોડ પાસે. ફાઇનલ ટી.પી.એસ. નંબર 12 (રાજકોટી. એફ.પી. નંબર 92) માં કોમર્શિયલ વેચાણ લોટ. નં. પંચવટી સોસાયટી, સામે. એચ.પી. પેટ્રોલ પંપ. રાજકોટ-મોરબી રોડ, રાજકોટ. પૂનમ હોલ સામે, રાજકોટ-મોરબી ફાઇનલ ટી.પી.એસ. નં. 12 (રાજકોટ), એફ.પી. નં. 91. રોડ, રાજકોટમાં રહેણાંક વેચાણ 2. ફાઇનલ ટી.પી.એસ. નં. 19 (રાજકોટ) માં રહેણાંક વેચાણ પ્લોટ. એફ.પી. નં. 16/એ. સામે ભક્તિ પાર્ક સોસાયટી, નં. સાધુ વાસવાણી કુંજ રોડ. રેલનગર વિસ્તાર, રાજકોટ સહિતના સાત પ્લોટનુ વેંચાણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *