કોર્પોરેશન દ્વારા હોટલ-હોસ્પિટલ-સ્કૂલ- સોસાયટીઓ માટે સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન

રાજકોટ શહેરના તમામ હોટલ સંચાલકો, તમામ હોસ્પીટલ, તમામ સ્કુલ સંચાલકો, તમામ રેસિડન્સ વેલ્ફેર એસોસીએશન/મોહલ્લાના પ્રમુખ, માર્કેટ એસોસીએશન, તમામ સરકારી કચેરીને આથી જાણ કરવામાં આવે છે.…

રાજકોટ શહેરના તમામ હોટલ સંચાલકો, તમામ હોસ્પીટલ, તમામ સ્કુલ સંચાલકો, તમામ રેસિડન્સ વેલ્ફેર એસોસીએશન/મોહલ્લાના પ્રમુખ, માર્કેટ એસોસીએશન, તમામ સરકારી કચેરીને આથી જાણ કરવામાં આવે છે. આગામી સ્વચ્છ સર્વેક્ષણ-2025-2026ને ધ્યાને લઈને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સ્કુલ, સ્વચ્છ હોટલ, સ્વચ્છ હોસ્પીટલ, સ્વચ્છ રેસિડન્સ વેલ્ફેર એસોસીએશન/મોહલ્લા, સ્વચ્છ સરકારી ઓફિસ તથા સ્વચ્છ માર્કેટ એસોસિએશન માટે સ્વચ્છતા રેન્કિંગનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સ્વચ્છતા રેન્કિંગ દર મહિને યોજવામાં આવનાર છે.

આ સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા-જુદા પેરામીટર્સ જેમ કે, ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વિસ મેઇન્ટેનન્સ અને લોકોના ફીડબેક ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાનું સન્માન કરવામાં આવશે. આ સ્વચ્છતા રેન્કીંગમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ WWW.RMC. GOV.IN ઉપરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ સ્પર્ધાના નિયમો નીચે મુજબ છે.

સ્વચ્છતા જાગૃતિ તથા સિંગલ પુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેના બેનર તથા હોર્ડિંગ લગાવવાના રહેશે તેમાં સ્વચ્છ સર્વેક્ષણ 2025નો લોગો લગાવો ફરજીયાત છે (સ્વચ્છતા સર્વેક્ષણ-2025નો લોગો પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશન યુનિટ (આઈ.ઈ.સી.સેલ) પ્રથમ માળ રૂૂમ નં-7, ઢેબર રોડ, સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા (ફોન નં- 2228177 મળી રહેશે.) આ સ્વચ્છતા રેન્કીંગનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર હસ્તગત SWM કમિટીનો રહેશે. જે દરેક ભાગ લેનાર સંસ્થાઓને બંધનકર્તા રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/01/2026 રહેશે. સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધામાં વિવિધ માપદંડો જેમ કે પરિસરની સ્વચ્છતા, શૌચાલયનું બાંધકામ તથા સ્વચ્છતા, દાદરા-લોબીની સ્વચ્છતા, કચરાપેટીની વ્યવસ્થા, ભીના તથા સુકા કચરાના નિકાલની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા વિગેર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *