કોરોના સ્પીડમાં, નવા 6 સાથે 10 દર્દી સારવારમાં

બે પુરુષની ટ્રાવેલ્સ હિસ્ટ્રી, એક દર્દીને રજા અપાઇ, છ માસના બાળકને હોમ આઇસોલેટ કરાયું સૌરાષ્ટ્રમાં કોરોનાએ પગપેસારો કરતા તા.19થી રાજકોટમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો…

બે પુરુષની ટ્રાવેલ્સ હિસ્ટ્રી, એક દર્દીને રજા અપાઇ, છ માસના બાળકને હોમ આઇસોલેટ કરાયું

સૌરાષ્ટ્રમાં કોરોનાએ પગપેસારો કરતા તા.19થી રાજકોટમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.પ્રથમ એક કેસ આવ્યા બાદ ગઇકાલે છ પોઝેટીવ અને આજે વધુ નવા 6 પોઝેટીવ કેસ નોંધાયા હતા. જેના લીધે આરોગ્ય વિભાગે કોરોનાલક્ષી કામગીરી વધુ ઝડપી બનાવતા આજે વધુ નવા 6 પોઝેટીવ કેસ નોંધાયા છે. જેમાં એક છ મહિનાના બાળકનો સમાવેશ થાય છે.

આજના નવા 6 કેસ આવતા હાલ 10 દર્દીને હોમઆઇસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. જયારે પ્રથમ આવેલ દર્દી સાજો થઇ જતા તેને નેગેટીવ રિર્પોટ સાથે રજા આપવામાં આવી છે.મનપાના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજકોટ શહેરમાં તા.19/5થી કોરોનાના કેસ આવાનું પ્રારંભ થયો છે. પ્રથમ એક આવ્યા બાદ પાંચ દિવસ પછી ગઇકાલે વધુ પાંચ પોઝેટીવ દર્દીનો ઉમેરો થયો હતો અને આજે પણ બપોર સુધીમાં વધુ નવા 6 કેસ પોઝેટીવ આવ્યા છે. જેમાં વોર્ડ નં.6માં રામપાર્કમાં એક મહિલા (ઉ.વ.25) તથા વોર્ડ નં.10માં સદગુરુ નગરમાં 32 વર્ષિય પુરુષ અને છ માસના બાળકનો રિર્પોટ પોઝેટીવ આવ્યો છે.
તેવી જ રીતે વોર્ડ નં.7માં બસસ્ટેશન પાસે એક પુરુષ (ઉ.વ.26) તથા વોર્ડ નં.11મા જીવરાજપાર્કમાં એક પુરુષ (ઉ.વ.67) અને વોર્ડ નં.18માં મંગલપાર્કમાં એક પુરુષ (ઉ.વ.26) સહિત છ નવા કેસ નોધાયા છે. બાળક સિવાય તમામ દર્દીઓએ વેકશીનેશનના બે અને ત્રણ ડોઝ લઇ લીધા છે.જયારે સદગુરુ નગરના દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી મુંબઇની અને બસસ્ટેશન પાસે આવેલ પુરુષની ટ્રાવેલ્સ હિસ્ટ્રી દુબઇ હોવાનું જાણવા મળેલ છે.

આથી શહેરમા હાલ 10 કોરોનાના દર્દીને હોમ આઇસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે અને તમામની સ્થિતી સ્ટેબલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. જયારે એક દર્દીને આજે રિર્પોટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી છે. આમ કોરોનાના દર્દીમાં દિવસે-દિવસે સતત વધારો થવા લાગતા આરોગ્ય વિભાગે સાવચેતીના પગલા માટે લોકોને કોરોનાની ગાર્ડલાઇનું પાલન કરવાની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *