BRTS રૂટના 18 બસ શેલ્ટરમાં તાત્કાલિક કૂલર મુકાયા

આકરી ગરમીમાં મુસાફરો અકળાઇ જતાં હોવાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કરાવેલી વ્યવસ્થા રાજકોટ શહેરમાં છેલ્લા અઠવાડીયાથી પડી રહેલા હિટવેવના કારણે 150 ફૂટ રીંગરોડના બીઆરટીએસ…

આકરી ગરમીમાં મુસાફરો અકળાઇ જતાં હોવાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કરાવેલી વ્યવસ્થા

રાજકોટ શહેરમાં છેલ્લા અઠવાડીયાથી પડી રહેલા હિટવેવના કારણે 150 ફૂટ રીંગરોડના બીઆરટીએસ રૂટ ઉપર આવેલા બસ સેલ્ટરોમાં વેઇટિંગમાં બેસતા મુસાફરો ગરમીના કારણે અકળાઇ જતા હોવાથી મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જયમીન ઠાકરની સુચનાથી તાત્કાલિક 18 બસ સેન્ટરમાં કૂલર મુકવામાં આવ્યા છે.
આર.આર.એલ. તરફથી પ્રાપ્ત વિગતો મુજબ આ ટ્રેક પર ચાલતી બસો મારફત મુસાફરી કરતા પ્રતિદિવસ 21,000 થી પણ વધુ નાગરિકો આ પરિવહન સેવાનો લાભ મેળવી રહ્યા છે, જેમાં વરિષ્ઠ નાગરીકો, વિદ્યાર્થીઓ, શ્રમિકો સહિતના નાગરિકોનો સમાવેશ થાય છે. આબાલવૃધ્ધો દ્વારા આ બહોળી સંખ્યામાં થતા ઉપયોગને અનુલક્ષીને કુલ 28 ઇલેક્ટ્રીક બસો દ્વારા દૈનિક કુલ 441 ટ્રીપ કરવામાં આવી રહી છે.

અલગ-અલગ વિસ્તારમાંથી આવતા જતાં નાગરિકોની સુવિધા માટે ગોંડલ ચોકડીથી શરૂૂ થઇ માધાપર ચોકડી સુધીના આશરે 11 કિ.મી. લંબાઇ ધરાવતા બી.આર.ટી.એસ. ટ્રેક પર મુખ્ય ચોકથી નજીકમાં જુદા-જુદા કુલ 19 પીક-અપ અને ડ્રોપ પોઇન્ટ તરીકે સ્ટોપેજ માટે તેમજ નાગરિકોને બેસવા માટે વેઇટીંગ એરીયા તથા ટીકેટીંગ વિન્ડો સાથે બી.આર.ટી.એસ. શેલ્ટર આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રાજકોટ રાજપથ લિ. સંચાલિત જાહેર પરિવહન સેવાને પ્રોત્સાહન મળી રહે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા થકી પર્યાવરણને ચોક્કસપણે ફાયદો થાય તેવી આ લોકભોગ્ય યોજનાનો લાભ બહોળી સંખ્યામાં વરિષ્ઠ નાગરીકો, વિદ્યાર્થીઓ, શ્રમિકો સહિતના નાગરિકો લઇ રહ્યા છે, જેમાં સીનીયર સીટીઝનો અને દિવ્યાંગો સહિતની જુદી-જુદી કેટેગરી માટે ગત વર્ષથી ફ્રી મુસાફરી યોજના અમલી બનાવેલ છે.

એ.સી. ઇલેક્ટ્રીક બસમાં મુસાફરી દરમ્યાન ગરમીથી રાહત વચ્ચે બી.આર.ટી.એસ. ટ્રેક પર બસ આવવાની રાહ જોઇ રહેલ તમામ મુસાફરોને હાલની હિટવેવ જેવી પરિસ્થિતિમાં ગરમીથી રક્ષણ મળી રહે તેવા ઉમદા આશયથી સ્ટે.કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર એ ઉપરોક્ત તમામ 19 બી.આર.ટી.એસ. શેલ્ટર (બસ સ્ટોપ) ખાતે બે-બે મળી કુલ 38 કુલરની વ્યવસ્થા તાત્કાલિક કરાવી, ફરી એક વખત તેમની નાગરિકો પ્રત્યેની સંવેદનશિલતા સાથે ત્વરિત નિર્ણયશક્તિનો પરિચય કરાવેલ છે.

કયા કયા બસ સેલ્ટરમાં કૂલર મુકાયા

1)ગોંડલ ચોક
2)પુનિત નગર
3)ગોવર્ધન ચોક
4)આંબેડકર ચોક
5)ઉમીયા ચોક
6)મવડી ચોક
7)મહાપુજા ધામ ચોક
8)ઓમનગર
9)નાના મવા ચોક
10)વેસ્ટ ઝોન ઓફિસ ચોક
11)કે.કે.વી. ચોક
12)ઇન્દિરા સર્કલ
13)રૈયા ટેલિ. એક્સચેન્જ
14)રૈયા ચોક
15)નાણાવટી ચોક
16)રામદેવપીર ચોક
17)શિતલ પાર્ક
18)અયોધ્યા ચોક
19)માધાપર ચોક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *