ઉપલેટાના હમિયાણી ખાતે બંધ બારણે વન મહોત્સવની ઉજવણી કરાતા ચકચાર

તાજેતરમાં સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂૂપે ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામ ખાતે ઉપલેટા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો પરંતુ…

તાજેતરમાં સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂૂપે ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામ ખાતે ઉપલેટા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો પરંતુ આ ઉજવણી માટે ક્યારે આયોજન થયું અને ક્યારે ઉજવાયો તેની જાણ ઘણા ખરા ઉપલેટા શહેર અને તાલુકા વિસ્તારના પ્રજાના ચૂંટાયેલા પદાધિકારીઓ, તાલુકા વિસ્તારના આગેવાનો, તાલુકા વિસ્તારના અગ્રણીઓ અને પર્યાવરણ પ્રેમીઓને હજી સુધી ખ્યાલ જ નથી આવ્યો જેમાં આ બાબતના સોશિયલ મીડિયામાં ફોટાઓ અને પોસ્ટ જોયા બાદ ઉપલેટા તાલુકા ભરના પ્રકૃતિ પ્રેમીઓને ખબર પડતા ઉપલેટા ફોરેસ્ટ વિભાગની બંધ બારણે ફક્ત ફોટો સેશન માટેના આ ઉત્સવ અને ઉજવણી કરવાની આ કામગીરીની પોલ ખુલી જતાઅગાઉની જેમ ચર્ચામાં રહેલા ફોરેસ્ટ વિભાગના અધિકારી સામે નાગરિકો અને પ્રકૃતિ પ્રેમીઓમાં રોસ ફેલાયો છે.

છેલ્લા ઘણા સમયથી ઉપલેટામાં ફોરેસ્ટ વિભાગની કામગીરી સાવ સુન્ય અને શંકાશીલ હોવાના અનેક કિસ્સાઓ નાગરિકો અને તાલુકા વિસ્તારના લોકો સમક્ષ આવી ચૂક્યા છે ત્યારે અહીંયા ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામ ખાતે બંધ બારણે વન મહોત્સવની તાલુકા કક્ષાની ઉજવણી સંપન્ન થઈ છે પરંતુ આ ઉજવણી માટે તાલુકા વિસ્તારના ઘણા બધા પદાધિકારીઓને હજી સુધી કોઈ જાણ નથી થઈ તેવી માહિતીઓ બહાર આવી છે આ ઉપરાંત વન અને પર્યાવરણના પ્રેમીઓને પણ કોઈ જાણ કે ખ્યાલ નથી આ ઉપરાંત વાહ વાહી કરતા લોકો અને ચાપલુસી કરતા વ્યક્તિઓને આમંત્રણ આપી ફક્ત ફોટો સેશન માટે આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાની ચર્ચા છે જો કે આ મામલે તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામ કરતા મીડિયા પ્રતિનિધિઓને પણ હજુ સુધી આ ઉત્સવની કોઈ માહિતી પહોંચી નથી કે પહોંચાડવામાં આવી નથી અને આ કાર્યક્રમ વિશેની કોઈ આમંત્રણની પત્રિકા પણ પહોંચી નથી જો કે અહીંયા ઉપસ્થિત લોકોનું કહેવું છે કે, વાહ વાહ કરનારા, ચાપલુસી, ચમચાગરી કરનારા મીડિયા પ્રતિનિધિઓ પહોંચ્યા હતા પરંતુ તેમને પણ આમંત્રણ તો નતું જ મળ્યું તેવી પણ ચર્ચાઓ ઉપસ્થિત લોકો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હવે આ મામલે તાલુકા વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ અને આયોજન કરનારાઓ સામે બંધ બારણે ફોટોસેશન માટેની કરેલી આ ઉજવણી બાબતે રોષ અને પર્યાવરણ પ્રેમીઓનો ખોટો દેખાવ કરતા વ્યક્તિઓ સામે રોષ ફેલાયો હોવાની માહિતીઓ સામે આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *