પૂરવઠા ખાતાનું સતત ચેકિંગ, ધોરાજી-ઉપલેટા પંથકમાં તપાસ

રાજકોટ શહેર જિલ્લામાં અપાતા હલકીગુણવત્તા વાળુ અનાજ રાશનકાર્ડ ધારકોને અપાતુ હોવાનો સાંસદ રામભાઈ મોકરિયાએ પૂરાવા સાથે ભાંડો ફોડ્યા બાદ તંત્ર દોડતુ થયું છે. અને પુરવટા…


રાજકોટ શહેર જિલ્લામાં અપાતા હલકીગુણવત્તા વાળુ અનાજ રાશનકાર્ડ ધારકોને અપાતુ હોવાનો સાંસદ રામભાઈ મોકરિયાએ પૂરાવા સાથે ભાંડો ફોડ્યા બાદ તંત્ર દોડતુ થયું છે. અને પુરવટા ખાતાએ સતત ચેકિંગ ચાલુ જ રાખેલ છે. અને આજે પણ ધોરાજી તથા ઉપલેટા પંથકમાં સસ્તા અનાજની દુકાનોમાં ચેકીંગ કર્યુ હતું.


આજે ધોરાજીના પ્રાંત અધિકારી સરખલા દ્વારા ધોરાજીના સુપેડી અને ઝાંઝમેર તેમજ ઉપલેટાના કોલકી ગામ સહિત ચાર જેટલી સસ્તા અનાજની દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ નિયત કરેલ રજીસ્ટરો,બોર્ડ,સ્ટોક વગેરે બાબતો ચકાસી તથા મહત્તમ લોકો રાશનકાર્ડ કેવાયસી કરાવે તે બાબતે પરવાનેદરોને સૂચના આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *