સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી-ડોળીયા નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે રૂૂ. 37.53 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના 16 જાન્યુઆરી, 2026ના રોજ વહેલી સવારે બની હતી.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ (કઈઇ) સુરેન્દ્રનગરની ટીમે પરશુરામજી જગ્યા ધામ સામે રોડ પરથી એક ટ્રકને અટકાવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી 750 ખકની 1740 વિદેશી દારૂૂની બોટલો અને 500 ખકના 1776 બિયર ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂૂની કુલ કિંમત રૂૂ. 27,48,720/- આંકવામાં આવી છે.
પોલીસે ટ્રક ડ્રાઈવર બાબુલાલ ઠાકરારામ ધુંધવાલ (ઉ.વ. 24, રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. દારૂૂ ઉપરાંત રૂૂ. 10,00,000/-ની કિંમતનો ટ્રક અને રૂૂ. 5,000/-નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક પર ખઇં.04.કઢ.2808 નંબરની ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી.
આ કેસમાં દારૂૂ મોકલનાર ખેતસિંઘ રાજપુરોહીત (રહે. જેસલમેર, રાજસ્થાન), ટ્રકના માલિક અને દારૂૂ મંગાવનાર અજાણ્યા ઇસમ સહિત કુલ ત્રણ આરોપીઓ ફરાર છે. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પ્રોહિબિશન ધારાની કલમ 65(એ)(ઈ), 116(બી), 81, 83, 98(2) તથા ઇગજ કલમ 336(2), 336(3), 340(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ફરિયાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુરેન્દ્રનગરના પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ બાલુભા ઝાલા દ્વારા નોંધાવવામાં આવી છે. ગુનાની વધુ તપાસ ચુડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આઈ.એ. ભટ્ટીને સોંપવામાં આવી છે.
