વીમા કંપનીની સેવામાં ખામી હોવાનું જણાવી પોલીસીધારકને 1.44 લાખ વ્યાજ સહિત ચૂકવવા હુકમ
મેડિકલ પોલિસીધારકે વીમો લેતી વખતે ડાયાબિટીસની બીમારી છૂપાવી હોવાનું જણાવી લીધેલી સારવારનો મેડિક્લેઇમ નામંજૂર કર્યા સામેની ફરિયાદમાં ગ્રાહક કોર્ટ દ્વારા વીમા કંપનીની સેવામાં ખામી હોવાનું જણાવી પોલિસીધારકને તેનો મેડીક્લેઇમ રૂૂ. 1.44 લાખ 9 ટકા વ્યાજ સાથે અને કાનૂની ખર્ચ 5,000 ચૂકવી દેવા વીમા કંપનીને હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, મોરબી સુપર ટોકીઝ પાછળ રહેતા ભોજાણી પરિવારને રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સની મેડીક્લેઇમ સંયુક્ત પોલિસી હોય, દરમિયાન સોનલબેન આનંદભાઈ ભોજાણીના પતિ એશીયન ટ્રોમા હોસ્પિટલમાં દાખલ થયેલ, તેના સારવાર ખર્ચ રૂૂા. 1,44,493-નો મેડીક્લેઇમ રજૂ કરાતા રિલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીએ ’આનંદભાઇએ વીમો લેતા પહેલા તેમને ડાયાબિટીસ હોવાની વાત છુપાવી’ હતી, તેવું જણાવી રેપ્યુડ લેટરથી મેડી ક્લેઇમ નકારી દીધો હતો.
જેથી તેઓએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ. તેમાં ગ્રાહક અદાલતે વીમા કંપનીને કહ્યું કે, તમારો નિર્ણય ખોટો અને ભુલ ભરેલો છે, તમારી સેવામાં ખામી છે તેને ડાયાબિટીસ છે, તે કારણ યોગ્ય નથી માટે સોનલબેનને તેના પતિની સારવારના રૂૂા. 1,66,493 સાથે તથા રૂૂા. 5000/- કાનુની ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હક માટે લડત આપવી જોઈએ.
