વેરાવળ-સોમનાથ-જોડિયા પંથકમાં છેલ્લા પાંચ મહિનાથી બાંધકામ વ્યવસાય ઠપ્પ

વેરાવળ સોમનાથ જોડીયા શહેરમાં પાંચેક મહિના થી બાંધકામ ની, બિનખેતી લે આઉટ સહિત બાંધકામને લગતી તમામ પ્રકારની આપવાની થતી મંજુરીની કામગીરી સંદતર બંધ હોવાથી શહેરના…

વેરાવળ સોમનાથ જોડીયા શહેરમાં પાંચેક મહિના થી બાંધકામ ની, બિનખેતી લે આઉટ સહિત બાંધકામને લગતી તમામ પ્રકારની આપવાની થતી મંજુરીની કામગીરી સંદતર બંધ હોવાથી શહેરના બાંધકામ વ્યવસાય સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો છે. જેના કારણે ઉદભવેલા પરિસ્થિતિથી બાંધકામ વ્યવસાય સાથે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જોડાયેલા હજારો લોકોને રોજગારી ઉપર ગંભીર સંકટ મંડરાઇ છે. જેને લઈ આજરોજ આ વ્યવસાય સાથે જોડાયેલા વિવિધ સંગઠનો પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ડેપ્યુટી કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હજારો લોકો સામે ઉભો થયેલ રોજગારીના પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગણી કરી છે.

વધુમા આ વ્યવસાય સન્લગ્ન વેપાર ધંધો કરતા જેવા કે, નાના, મોટા વેપારીઓ વેપાર ધંધા મંદા પડી ગયા હોવાથી સીધી અસર શહેરના અર્થતંત્રમાં વર્તાઈ રહી છે. ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈ શહેરમાં બાંધકામ ને લગતી મંજુરીની કામગીરી, સબ પ્લોટીંગ ને લગતી કામગીરી અને બિનખેતી નકશા મંજુર કરવાની કામગીરી સત્વરે ચાલુ થાય તેવી માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે. આ આવેદન પત્રની નકલ શહેરી વિકાસ મંત્રી, જીલ્લા કલેકટર, અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ ડો.સંજયભાઈ પરમાર સહિતના આપેલ હોવાનું એક યાદીમા જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *