સંગઠનને મજબૂત બનાવવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને ખાસ સતા આપશે

27-28 માર્ચ અને 3 એપ્રિલે 700 જિલ્લા પ્રમુખોની બેઠક યોજાશે, ખડગે, રાહુલ ગાંધી અને વેણુગોપાલની હાજરીમાં યોજાશે બેઠક કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે કમર…

27-28 માર્ચ અને 3 એપ્રિલે 700 જિલ્લા પ્રમુખોની બેઠક યોજાશે, ખડગે, રાહુલ ગાંધી અને વેણુગોપાલની હાજરીમાં યોજાશે બેઠક

કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે કમર કસી છે. આ માટે પાર્ટી શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહી છે જેની મદદથી તે પોતાના પાયાને મજબૂત કરશે. આ અંતર્ગત કોંગ્રેસ ટૂંક સમયમાં તેની સર્વોચ્ચ નીતિ નિર્માતા સંસ્થા (ઈઠઈ)ની બેઠક સાથે સત્ર યોજવા જઈ રહી છે. કોંગ્રેસની ટોચની નેતાગીરીએ મંગળવારે તેના તમામ મહાસચિવો અને પ્રભારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં પાર્ટીના ટોચના નેતૃત્વએ તેના નવા કાર્યાલય ઈન્દિરા ભવનમાં તેના તમામ મહાસચિવો અને પ્રભારીઓ સાથે 3 મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં વ્યૂહરચના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ રાહુલ ગાંધી અને સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટી દેશભરના તેના જિલ્લા પ્રમુખોની બેઠક કરશે. મીટિંગ બાદ પત્રકાર પરિષદમાં મીડિયા ઈન્ચાર્જ જયરામ રમેશે આ માહિતી આપી હતી.

જયરામ રમેશે કહ્યું કે 27-28 માર્ચ અને 3 એપ્રિલના રોજ ઈન્દિરા ભવન ખાતે જિલ્લા પ્રમુખોની બેઠકનું આયોજન કરવામાં આવશે. લગભગ 16 વર્ષ બાદ કોંગ્રેસમાં આ કવાયત થવા જઈ રહી છે. જ્યારે 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં પાર્ટીનું બે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. 8મી એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની વિસ્તૃત બેઠક મળશે. જ્યારે 9મી એપ્રિલે એક સંમેલન યોજાશે, જેમાં પાર્ટી મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ વર્ષે સરદાર પટેલની 150મી જન્મજયંતિ પણ છે. વાસનિકે કહ્યું કે વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. ઈઠઈ સભ્યો ઉપરાંત તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો અને વિધાયક પક્ષના નેતાઓ પણ વિસ્તૃત ઈઠઈમાં હાજરી આપશે. માનવામાં આવે છે કે ત્યાં પાર્ટી વિવિધ પ્રસ્તાવો પર ચર્ચા કરીને આગળનો રોડમેપ નક્કી કરશે.

700 જિલ્લા પ્રમુખો ભાગ લેશે
જયરામ રમેશે જણાવ્યું હતું કે જિલ્લા પ્રમુખોનો આ કાર્યક્રમ ત્રણ દિવસનો રહેશે અને જેમાં 700 જિલ્લા પ્રમુખો ભાગ લેશે. દરરોજ 250 જિલ્લા પ્રમુખો વચ્ચે ચર્ચા થશે. આ કાર્યક્રમનો હેતુ જિલ્લા કક્ષાએ એકમને કેવી રીતે મજબૂત કરી શકાય તે બતાવવાનો છે. જિલ્લાના વડાઓને કેવી રીતે સશક્ત બનાવવા અને તેમને રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં કેવી રીતે લાવવા. બેલગવીમાં મળેલી કોંગ્રેસની છેલ્લી મહત્વની બેઠકમાં નવસત્યાગ્રહના ઠરાવમાં નક્કી કરવામાં આવ્યું હતું કે વર્ષ 2025 કોંગ્રેસ માટે સંગઠનનું વર્ષ હશે. જેમાં સંગઠનના નિર્માણ, મજબૂતીકરણ અને સુધારણા માટે કામ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *