રાજકોટ મહાનગરપાલિકાના આવાસોની ફાળવણીમાં ‘ઘરના ભુવાને ઘરના ડાકલા’ની નીતિ અપનાવાયા બાદ હવે વોર્ડ નં.15નાં કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાવદાણી તેમજ મ્યુનિ.કમિશનરે પત્ર લખી આવાસ યોજના સંબંધી વિગતો માંગી છે.
દાઉદાણીએ પત્રમાં જણાવ્યું છે કે, સોરઠીયાવાડી પાસે 80 ફુટ રોડ ઉપર નવા બનાવેલા આવાસો કઇ રીતે ફાળવ્યા હતા? કોના હસ્તે ડ્રો થયેલ હતો? ફરી પાછી ફાળવણી રદ કરી તે તેના કયાં કયા કારણો હતા. જેથી તેની ફાળવણી રદ કરવી પડી? આ આવાશો કોના કહેવાથી ફાળવ્યા હતા? બાકી રહેતા લોકોને કેમ ના ફાળવ્યા? આ આખી પ્રક્રિયા કયા પદાધીકારીના હુકમથી કરવામાં આવ્યું? અને કોના હુકમથી ફાળવેલા આવાસો રદ કરવામાં આવ્યા? આ આવાસ ફાળવ્યા ત્યાં કઇ મુશ્કેલીઓ આવી કે આવાશ ડ્રો કર્યા વગર ફાળવ્યા અને ફરી પાછા રદ પણ કર્યા? આ આખા કૌભાંડની તપાસ કરાવી હોય તો તેનો જવાબ આપવો અથવા જો તપાસ ના થઇ હોય તો તેની તપાસ કયારે થશે તેની વિગતો આપવી.
આ ઉપરાંત કેબલ બ્રીજમાં આપે નીરીક્ષણ કરી બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા તેનું કારણ શું? જો આ અધિકારીઓની બેદરકારીથી સસ્પેન્ડ કર્યા તો જે કંપનીને કામ આપ્યું છે તેની ઉપર કેમ કોઇ પગલા લીધા નથી અને જો લીધા હોય તો જણાવો? આ એજન્સીમાં ભાજપવાળા ભાગીદાર છે? કયા પદાધીકારી તેને પ્રોટેક કરે છે? આ એજન્સીના હાલ રાજકોટમાં કેટલા કામો ચાલે છે? આ એજન્સીએ ખોટુ કામ કર્યું છે તો તેને બ્લેકલીસ્ટ કેમ નથી કરી? તેની તમામ વિગતો આપવી અને અગાઉ રાજકોટમાં હાલના ચાલુ તમજ જુના કેટલા કામો આ એજન્સીએ કર્યા છે તેની સંપુર્ણ વિગતો માંગી છે.
