ભાજપના મંત્રીએ કરેલા બફાટ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

જામનગર ના લાલ બંગલા સર્કલમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશ ભાજપના મંત્રી વિજય શાહ દ્વારા ભારતના કર્નલ સોફીયા કુરેશી…

જામનગર ના લાલ બંગલા સર્કલમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મધ્ય પ્રદેશ ભાજપના મંત્રી વિજય શાહ દ્વારા ભારતના કર્નલ સોફીયા કુરેશી ના સંદર્ભમાં જે ટિપ્પણી કરી હતી, તેનો વિરોધ દર્શાવ્યો હતો. અને જાહેરમાં મંત્રી વિજય શાહ ના પોસ્ટર પર કાળી શાહી ફેંકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત મંત્રી વિજય શાહ ઉપર દેશદ્રોહ નો ગુન્હો લાગુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જેમાં જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા થતા અન્ય કોંગ્રેસી આગેવાનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *