કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના 13 વોર્ડના ચેરમેનો નિમાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો. મહેશ રાજપૂત દ્વારા રાજકોટ શહેરમાં સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે ’સંગઠન સૃજન અભિયાન’ હેઠળ મહત્વના હોદ્દેદારોની નિમણૂક…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો. મહેશ રાજપૂત દ્વારા રાજકોટ શહેરમાં સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે ’સંગઠન સૃજન અભિયાન’ હેઠળ મહત્વના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના વિવિધ વોર્ડના ચેરમેનોના નામોની વિધિવત રીતે જાહેર કરવામાં આવી છે. આ નિમણૂકો દ્વારા કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા અને ઓ.બી.સી. જ્ઞાતિના પ્રશ્નોને વાચા આપી તેમને સક્રિય રીતે પક્ષની મુખ્યધારામાં લાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, રાજકોટ શહેરના વિવિધ વોર્ડમાં નિમણૂક પામેલા ચેરમેનોમાં વોર્ડ નંબર 3 માં મુકેશ દિનેશભાઈ જાદવ, વોર્ડ નંબર 4 માં પ્રહલાદભાઈ રમેશભાઈ ડાંગર, વોર્ડ નંબર 5 માં હિતેશભાઈ પ્રવિણભાઈ મુંગલપરા અને વોર્ડ નંબર 6 માં વિરમભાઈ ભીમશીભાઈ સાંબડની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. તેવી જ રીતે, વોર્ડ નંબર 7 ની જવાબદારી નીખિલભાઈ હરેશભાઈ ગુજરીયાને સોંપવામાં આવી છે, જ્યારે વોર્ડ નંબર 8 માં દિપેનભાઈ વિનુભાઈ ગોહેલ ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે. આ ઉપરાંત વોર્ડ નંબર 11 માં ભાવિકભાઈ નારણભાઈ મારૂૂ, વોર્ડ નંબર 12 માં થોરીયા સૂર્યદીપ અનિલભાઈ, વોર્ડ નંબર 14 માં વનરાજસિંહ દિલીપસિંહ નકુમ અને વોર્ડ નંબર 15 માં વરજાંગભાઈ ભાયાભાઈ કરમટાની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 16 માં ચુડાસમા અસલમ યુનુસભાઈ, વોર્ડ નંબર 17 માં કાનાભાઈ જથાભાઈ ડાભી અને વોર્ડ નંબર 18 માં શૈલેષભાઈ મીઠાભાઈ જાદવને ચેરમેન પદની જવાબદારી સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *