ભરૂચમાં પણ નિર્ભયાકાંડ : બાળા ઉપર દુષ્કર્મ આચરી ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દીધો

ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકીને એક મહિના પહેલાં પણ પડોશી હેવાને દુષ્કર્મ કરીને પીંખી હોવાનો ઘટસ્ફોટ, આબરૂ જવાની બીકે ફરિયાદ ન કરતા નરાધમે બીજી વાર…

ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકીને એક મહિના પહેલાં પણ પડોશી હેવાને દુષ્કર્મ કરીને પીંખી હોવાનો ઘટસ્ફોટ, આબરૂ જવાની બીકે ફરિયાદ ન કરતા નરાધમે બીજી વાર જધન્ય કૃત્ય કર્યું


ભરૂૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી મૂકી છે. આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. જેની પૂછપરછમાં નરાધમે કરેલા ખુલાસા સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ છે. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તેણે આ બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો અને એકાદ મહિના અગાઉ પણ આ બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે ભરૂૂચ જિલ્લા એસ.પી મયૂર ચાવડાએ જ

ણાવ્યું હતું કે, બનાવ સ્થળે પોલીસે તપાસ કરી કેટલાક લોકોને ડિટેઇન કરીને પૂછપરછ બાદ આરોપી વિજય પાસવાનને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી. જેના લીધે બાળકીને ગંભીર ઇજાઓ છેક અંદર સુધી પહોંચી છે.


એસ.પીએ મયૂર ચાવડાએ વધુમાં જણાવ્યું કે, આ નરાધમે એક મહિના અગાઉ પણ આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, સમાજમાં આબરૂૂ જવાની બીકે મા-બાપે કોઇ પોલીસ ફરિયાદ નહોતી કરી, જેના લીધે આરોપીની હિમ્મત વધી અને બીજી વાર કૃત્ય કર્યું. આ મામલે પોલીસે પ્રથમ બાળકીને જલદી સારવાર મળે એ માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ ગુના માટે એક ટીમ પણ બનાવી તેની તપાસ હાથ ધરાઈ છે.


જીઆઈડીસી વિસ્તારમાં મજૂરીકામ કરી પોતાનું જીવનનિર્વાહ ચલાવતા પરિવારના ઘરમાં 16 ડિસેમ્બરના રોજ બાજુમાં રહેતો વિજય પાસવાન ઘૂસી ગયો હતો અને 10 વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દીવાલની પાછળ નિર્જન સ્થળે લઇ ગયો હતો અને તેની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ તે બાળકીને તરછોડીને ફરાર થઇ ગયો હતો. આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં બાળકીની માતા મજૂરી પરથી તેની કોલોનીમાં આવી હતી, તે સમયે તેની બાળકી ઘરે હાજર ન હતી, જેથી તેણે તેનાં બીજાં બાળકોને તેની મોટી બહેન વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તે લોખંડ વીણવા ગઈ છે.


માસૂમનો અવાજ સાંભળતાં જ માતા દોડી ત્યારબાદ આશરે કે 6.30 વાગ્યાના અરસામાં બાળકીની માતા તેનું ઘર કામ કરતી હતી ત્યારે અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સાંભળેલો કે પમમ્મી.. મમ્મી..!થ આમ જોર જોરથી તેણે અવાજ સાંભળતા તે કોલોની દીવાલ તરફ જોવા ગઈ હતી, ત્યારે તેની સગીર પુત્રી દીવાલની પાછળ બેસી રહી હતી. જેથી તેણીએ કોલોનીમાં રહેતા એક ભાઈને મદદ માટે બોલાવ્યા હતા, ત્યારે બાળકીને ઊંચકીને દીવાલ પર થઈ કોલોની તરફ લાવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીને દવાખાને લઈ જવા માટે કોલોની બહાર લઈ આવી તેને રિક્ષામાં બેસાડી જીઆઈડીસીમાં આવેલા દવાખાને લઈ ગયા હતા, જ્યાંથી તેને ભરૂૂચની સિવિલમાં ખસેડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *