સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાનાં ગાદીપતિ વિજયબાપુ સામે ગંભીર આરોપો બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે હવે કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત મેદાને આવ્યા છે.
તેમણે મહંત વિજયબાપુ સામે થયેલા તમામ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા છે અને સનાતન ધર્મને બદનામ કરવાનું કાવતરું ઘડાયું હોવાનો આરોપ કરી આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી ઈઇઈં તપાસની માગ કરી છે.
સતાધારનાં મહંત વિજયબાપુ સામે નાણાકીય લેવડદેવડ, ભ્રષ્ટાચાર અને વ્યભિચારનાં ગંભીર આક્ષેપો કરાયા હતા, જે બાદ ભારે વિવાદ સર્જાયો છે.
આ મામલે હવે કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે પ્રતિક્રિયા આપી છે. તેમણે મહંત વિજયબાપુ સામે થયેલા તમામ આરોપોને પાયાવિહોણાં ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, કેટલાક લોકો દ્વારા સનાતમ ધર્મને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે.
આ સાથે પ્રતાપ દૂધાતે કહ્યું કે, ખોટા અને કોઈપણ પુરાવા વિના પાયાવિહોણા આરોપ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. માહિતી અનુસાર, આ મામલે ઈઇઈં તપાસ થાય તે માટે કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર પણ લખ્યો છે. જણાવી દઈએ કે, આ પહેલા જુનાગઢનાં મેંદરડા તાલુકામાં ખાખી મઢીનાં મહંત સુખરામદાસ બાપુ અને સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના મહંત ભક્તિબાપુનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પણ મહંત વિજયબાપુનું સમર્થન કર્યું હતું.