કોંગી અગ્રણી પાલ આંબલીયાની ઉત્તરાખંડ ઉમેદવાર પસંદગી સમિતિમાં નિયુક્તિ

દેશના જુદા જુદા રાજ્યમાં વર્ષ 2027 ના સમયગાળા દરમિયાન વિધાનસભા સહિતની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એક યાદી જાહેર કરી અને આગામી દિવસોમાં યોજાનારી…

દેશના જુદા જુદા રાજ્યમાં વર્ષ 2027 ના સમયગાળા દરમિયાન વિધાનસભા સહિતની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એક યાદી જાહેર કરી અને આગામી દિવસોમાં યોજાનારી જુદાજુદા રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૈકી ઉતરાખંડ રાજ્ય માટે ઉમેદવાર પસંદગી સમિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાની પસંદગી કરવામાં આવી છે.

કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ દ્વારા ગઈકાલે સોમવારે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઝારખંડ, ગોવા અને મણીપુર રાજ્ય માટે ઉમેદવાર પસંદગી સમિતિના ત્રણ-ત્રણ નામની પેનલ જાહેર કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગી આગેવાન અને રાજ્યના લડાયક ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાને ઉત્તરાખંડ ખાતે ઉમેદવાર પસંદગી સમિતિમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ ઉમેદવાર પસંદગી સમિતિ કે જેનું કામ દરેક વિધાનસભા કે લોકસભા બેઠક માટે સંભવિત ઉમેદવારો માટે જિલ્લા અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો પાસેથી અભિપ્રાય મેળવવા, સામાજિક સમીકરણ તેમજ જ્ઞાતિ, સમાજ, વિસ્તાર અને અન્ય રાજકીય પરિબળો ધ્યાનમાં લેવા આ ઉપરાંત લોકપ્રિયતા, જીતવાની શક્યતા તપાસી યોગ્ય ઉમેદવારોના નામની ભલામણ કેન્દ્રીય ચૂંટણી ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને આહીર નેતા પાલભાઈ આંબલીયાની આ નિયુક્તિને અહીંના કોંગી આગેવાનો તેમજ ખેડૂતોએ આવકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *