મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂતે મીડિયા સાથે વાતચીત ક2તા રાજ્યની ભાજપ સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મહેશ રાજપૂતે મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયામાં જ મોરબીમાં બે-બે મર્ડરની ઘટનાઓ બની છે. લો એન્ડ ઓર્ડર સાવ ખાડે ગયો છે. બીજી તરફ ગૃહમંત્રી સંઘવી વિધાનસભામાં જવાબ આપવા બેસવાના બદલે દક્ષિણ ગુજરાતમાં ફરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો થવો જોઈએ તેવી માંગ તેમણે કરી હતી.
મોરબીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂતે મીડિયા સાથે વાતચીત…
