વિધાન પરિષદમાં આખરે કોંગ્રેસનું ખાતું ખુલ્યું, એ પણ RSS-ફડણવીસના ગઢમાં

4 રાજયોમાં વિધાન પરિષદની ચુંટણીમાં એકપણ બેઠક જીતી નહીં શકવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ભાજપના નેતાઓના કટાક્ષ-ઉપાલંભનો ભોગ બનેલા કોંગ્રેસે મહારાષ્ટ્રમાં આરએસએસ અને મુખ્યમંત્રી…

4 રાજયોમાં વિધાન પરિષદની ચુંટણીમાં એકપણ બેઠક જીતી નહીં શકવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ભાજપના નેતાઓના કટાક્ષ-ઉપાલંભનો ભોગ બનેલા કોંગ્રેસે મહારાષ્ટ્રમાં આરએસએસ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા કેન્દ્રીય મંત્રી ગડકરીના ગઢ નાગપુરમાં ભારે રસાકસીના અંતે બેઠક જીતી લેતા તેની આબરૂ સચવાઇ છે.

કોંગ્રેસના ઉમેદવાર અભિજીત વંજારીએ ભાજપના સુધાકર કોહાલેને 3,271 મતોથી હરાવીને નાગપુર વિભાગ ગ્રેજ્યુએટ્સ (સ્નાતક) મતવિસ્તારની બેઠક જાળવી રાખી છે. આ બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ ગણાય છે.

ભાજપ માટે આ એક મોટો ઝટકો છે, કારણ કે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ગૃહનગરમાં જ હારી ગયા છે. ગડકરીએ કોહાલે માટે વ્યાપક પ્રચાર પણ કર્યો હતો.
કોંગ્રેસના ઉમેદવારની જીત સાથે, વિપક્ષી ’મહા વિકાસ આઘાડી’ (MVA) એ 23 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં ખકઈની પાંચમાંથી ત્રણ બેઠકો જીતી લીધી છે.

જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળના સત્તાધારી ’મહાયુતિ’ ગઠબંધનને બે બેઠકો મળી છે.કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતાઓ – જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પણ સમાવેશ થાય છે – પર કટાક્ષ કરવામાં જરાય વિલંબ કર્યો ન હતો. તેમણે ભાજપના નેતાઓના તે ટ્વીટ્સનો ઉલ્લેખ કર્યો જેમાં સંકેત આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસ આ ચૂંટણીમાં ’શૂન્ય’ (ડક) પર રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *