મધ્યપ્રદેશમાં બે બહેનોએ અલગ સ્થળે બાળકો સાથે કૂવો પૂર્યો: 6નાં મૃત્યુ

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક જ દિવસમાં બનેલી બે હૃદયદ્રાવક ઘટનાઓમાં બે સગી બહેનો અને તેમનાં ચાર બાળકોનાં મોત થયાં છે. બંને બહેનોએ અલગ-અલગ સ્થળે કૂવામાં…

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક જ દિવસમાં બનેલી બે હૃદયદ્રાવક ઘટનાઓમાં બે સગી બહેનો અને તેમનાં ચાર બાળકોનાં મોત થયાં છે. બંને બહેનોએ અલગ-અલગ સ્થળે કૂવામાં ઝંપલાવ્યું હોવાની માહિતી સામે આવી છે. પ્રથમ ઘટનામાં આઠ મહિનાની ગર્ભવતી મહિલાનું તેના છ વર્ષના પુત્ર સાથે મોત થયું હતું. ત્યારબાદ થોડા કલાકોમાં તેની મોટી બહેનનું પણ ત્રણ બાળકો સાથે મોત થયું હતું. બંને ઘટનાઓમાં કુલ છ લોકોનાં મોત થયાં છે,જ્યારે ગર્ભમાં રહેલા શિશુએ પણ જીવ ગુમાવ્યો છે. પોલીસ બંને બનાવોની તપાસ કરી રહી છે.

પ્રથમ ઘટના બુધવારે બપોરે બૈરાડ પોલીસ સ્ટેશન વિસ્તારના ગૂંગરગાંવમાં બની હતી. અહીં રહેતી 35 વર્ષીય અંજલિ રાવત આઠ મહિનાની ગર્ભવતી હતી. તેણે પોતાના છ વર્ષના પુત્ર પ્રશાંત સાથે ખેતરમાં આવેલા કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં અંજલિ અને તેના પુત્રનું મોત થયું હતું. અંજલિના ગર્ભમાં રહેલા શિશુનું પણ મૃત્યુ થયું હતું. અંજલિના પતિ ધરમવીરનું આશરે એક મહિના પહેલાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પરિવારના જણાવ્યા અનુસાર, પતિના અચાનક થયેલા મોત બાદ અંજલિ ઊંડા આઘાતમાં હતી.

પ્રથમ ઘટનાના થોડા કલાકો બાદ અંજલિની મોટી બહેન સીતા રાવતે પણ પોતાના ત્રણ બાળકો સાથે જીવ ગુમાવ્યો હતો. 40 વર્ષીય સીતા કોલારસ પોલીસ સ્ટેશન વિસ્તારના સેસઈ ગામમાં રહેતી હતી. બુધવારે બપોરે સીતા પોતાનાં બાળકો સાથે ખોંખર ગામના ખેતરમાં ગઈ હતી. સાંજે આશરે 6 વાગ્યા સુધી તેઓ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂૂ કરી હતી. પરિવારના સભ્યો ખેતરમાં પહોંચ્યા ત્યારે કૂવા પાસે સીતા અને બાળકોના ચંપલો મળી આવ્યા હતા. કૂવામાં તપાસ કરતાં પાણીમાં એક બાળકનો મૃતદેહ દેખાયો હતો. ત્યારબાદ પોલીસ અને ગ્રામજનોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ સીતા અને ત્રણેય બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *