ચાર-ચાર પ્રદેશ નિરીક્ષકોની ટીમ પણ સાથે રહેશે, તા.23 એપ્રિલથી 8 મે સુધી દરેક વિસ્તારોમાં ફરી સંગઠનની કરશે સમિક્ષા
ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકરોમાં જુસ્સો ભરવાની જવાબદારી સોંપાઈ
ગુજરાતમાં ગ્રામ પંચાયતો અને મહાનગરપાલિકાઓની આગામી ચૂંટણીઓ તેમજ મિશન 2027 અંતર્ગત રાહુલ ગાંધીની બે મુલાકાતો બાદ ગુજરાત કોંગ્રેસ ધમધમતી થઈ ગઈ છે અને લાંબા સમયથી બાકી રહેલી નિમણુંકો ધડાધડ થઈ રહી છે. હવે સંગઠન સર્જન અભિયાન માટે કોંગ્રેસે વિવિધ શહેરો અને જિલ્લાઓ માટે નિરિક્ષકોની નિમણુંકો કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા દરેક મહાનગર અને જિલ્લા માટે એઆઈસીસીના દરેક સિનિયર નેતા સાથે ચાર પ્રદેશ નિરિક્ષકોની ટીમ બનાવી છે. આ નિરિક્ષકોની ટીમો આગામી તા. 23 એપ્રિલથી તા. 8 મે સુધી તેમને સોંપાયેલા જિલ્લાઓની મુલાકાત લઈ સંગઠનાત્મક કર્યો અને સ્થિતિની સમીક્ષા કર્યા બાદ પ્રદેશ તથા કેન્દ્રીય નેતાગીરીને પોતાના રિપોર્ટ સોંપશે અને આ રિપોર્ટના આધારે આગામી નિમણુંકો કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં કેન્દ્રીય નિરિક્ષક તરીકે ડો. બેલા પ્રસાદ તથા જિલ્લામાં રાજસ્થાનના સાંસદ હરીશ મીણાની નિમણુંક કરવામાં આવેલ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસ સતત તુટી રહી છે. અને લગભગ 30 વર્ષથી સતાની બહાર હોવાથી સંગઠન પણ નિષ્ક્રીય થઈ ગયું છે. ત્યારે પાંચ-પાંચ નિરિક્ષકોની આ ટીમ ગુજરાતમાં જમીની સ્તરે કોંગ્રેસ સંગઠનને મજબુત બનાવવા અને કાર્યકરોમાં નવું જોમ ભરવાની કાગીરી કરશે તેમજ આ માટે હોદેદારોમાં જે ફેરફારો કરવાની જરૂર હોય તે અંગે પણ સમયાંતરે પ્રદેશ તથા કેન્દ્રીય નેતાઓને રિપોર્ટીંગ પણ કરશે.
ક્યા શહેર-જિલ્લામાં કોને જવાબદારી
* કચ્છ જિલ્લા: નિઝામુદીન કાદરી
* સુરેન્દ્રનગર: કુલદીપ રાઠોડ
* મોરબી: બી વી શ્રીનિવાસ
* રાજકોટ જિલ્લા: હરીશ મીણા
* રાજકોટ શહેર: ડો બેલા પ્રસાદ
* જામનગર જિલ્લા: સંપતકુમાર
* જામનગર શહેર: ઇમરાન મસુદ્દ
* દ્વારકા: બલરામ નાઈક પોરિકા
* પોરબંદર: રાજેશ તિવારી
* ગીર સોમનાથ: બાબુલાલ નાગર
* જૂનાગઢ જિલ્લા: ધીરજ ગુર્જર
* જૂનાગઢ શહેર: અભિષેક દત્ત
* અમરેલી: જગદીશ જાંગીડ
* ભાવનગર જિલ્લા: ભજનલાલ જાટવ
* ભાવનગર શહેર: પ્રિવરસિઘ
* અમદાવાદ જિલ્લા: મણીક્કમ ટાગોર
* અમદાવાદ શહેર: બી કે હરિપ્રસાદ
* બોટાદ: અજયકુમાર લલ્લુ
* ગાંધીનગર જિલ્લા: આર સી ખૂંટિયા
* ગાંધીનગર શહેર: ચેલ્લાવામસી ચંદરેડ્ડી
* મહેસાણા: નીરજ ડાંગી
* પાટણ: સૂરજ હેગડે
* સાંબરકાંઠા: પ્રકાશ જોષી
* અરવલ્લી: ડો શિવકુમાર
* બનાસકાંઠા: સુખદેવ ભગત
* દાહોદ: અર્જુન બાંભણીયા
* પંચમહાલ: બી એમ સંદીપ
* મહિસાગર: અમીન કાગઝી
* ખેડા: ગિડુગુ રુદ્ર રાજુ
* આણંદ: વિજેન્દ્ર સિંઘલા
* વડોદરા જિલ્લા: કુલદીપ ઇન્દોરા
* વડોદરા શહેર: હરીશ ચૌધરી
* છોટા ઉદેપુર: અસલમ શેખ
* ભરૂૂચ: સંજય દત્ત
* નર્મદા: ગિરીશ સોલંકર
* સુરત જિલ્લા: મિનાક્ષી નટરાજન
* સુરત શહેર: બાળાસાહેબ થોરાટ
* તાપી: કેસી પડવી
* નવસારી: પ્રફુલ પાટીલ
* વલસાડ: પ્રણીતિ શિંદે
* ડાંગ: મનીષા પવાર
