ગોંડલ ઈ-ધરા કચેરીમાં 750ની લાંચ ન આપો તો ખેડૂતોને ધક્કા ખવડાવતાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની કલેકટરને રજૂઆત ગોંડલની ઈ-ધરા મામલતદાર કચેરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાના ગંભીર આક્ષેપ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટરને એક લેખિત ફરિયાદ કરવામાં આવી…

તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની કલેકટરને રજૂઆત

ગોંડલની ઈ-ધરા મામલતદાર કચેરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાના ગંભીર આક્ષેપ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટરને એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ગોંડલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદને પગલે સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

જિલ્લા કલેક્ટરને મોકલેલા પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગોંડલ ઈ-ધરા કચેરીના નાયબ મામલતદાર આર. એસ. સોનારા અને તેમની કચેરીના કર્મચારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. ગામ નમૂના નંબર 6 પર ફેરફાર અંગેની કાયદેસરની નોંધો મંજૂર કરવા માટે અરજદારો અને ગરીબ ખેડૂતો પાસેથી ₹750 ની લાંચ માંગવામાં આવે છે. જે ખેડૂતો આ રકમ આપવાનો ઇનકાર કરે છે, તેમના કામ સમયસર કરવામાં આવતા નથી. એટલું જ નહીં, અરજીઓમાં જાણી જોઇને વાંધા કાઢીને ખેડૂતોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરને કડક શબ્દોમાં ચીમકી આપતાં જણાવ્યું છે કે, જો આ લાંચિયા અધિકારી અને કર્મચારીઓ સામે સમયમર્યાદામાં કોઈ ખાતાકીય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં મીડીયા નાં માધ્યમથી ’સ્ટિંગ ઓપરેશન’ કરવામાં આવશે. આ અધિકારીઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીને તમામ પુરાવાઓ સાથે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (અઈઇ)માં ફરિયાદ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આ પત્રની એક નકલ ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના મુખ્ય સચિવને પણ રવાના કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *